________________
પ્રથમ પ્રસ્તાવ
યોગસાર तैर्दोषैर्दुषितो देवः कथं भवितुमर्हति । इत्थं माध्यस्थ्यमास्थाय, तत्त्वबुद्ध्यावधार्यताम् ॥४०॥
ગાથાર્થ - રાગાદિ તે તે દોષોથી દૂષિત એવો જીવ દેવ-પરમાત્મા બનવાને કેમ યોગ્ય કહેવાય ? આ રીતે હૃદયમાં માધ્યચ્યભાવ લાવીને તત્ત્વબુદ્ધિથી ચતુર પુરુષો વિચારજો . //૪lી.
વિવેચન – જે જે દેવો રાગ અને દ્વેષ આદિ દોષોથી દૂષિત છે, તે દેવો દેવ થવાને - પરમાત્મા થવાને - વીતરાગ થવાને કેમ યોગ્ય કહેવાય? જે દેવોમાં રાગના ચિહ્નભૂત સ્ત્રી સાથે છે. જેમ કે રાધા-કૃષ્ણ, શંકર-પાર્વતી, વિષ્ણુ-લક્ષ્મી તથા જે દેવોમાં દ્વેષના ચિહ્નભૂત શસ્ત્ર સામગ્રી સાથે છે. જેમ કે ગદા-ધનુષ્ય-તલવાર કે છરી વગેરે, તે દેવને સાચા દેવ અર્થાત્ વીતરાગ પરમાત્મા કેમ કહેવાય ? અર્થાત્ ન જ કહેવાય.
રાગના ચિહ્નભૂત સ્ત્રી આદિ, દ્વેષના ચિહ્નભૂત શસ્ત્રાદિ સાથે રાખતા હોય તથા પશુ-પક્ષી કે સિંહાદિ વાહન ઉપર જે બેઠેલા હોય તથા નેત્ર, ગાલ અને મુખ વિગેરેના ભાગો વિકારોથી ભરેલા હોય. આંખો શત્રુ ઉપર લાલઘુમ હોય તેવી હોય. ગાલ રોષાદિથી ભરેલા હોય, મુખ રાક્ષસ જેવું હોય. આવી વિકૃત આકૃતિ જે દેવોની હોય. તે દેવો તથા
હાંસી-મશ્કરી કરતા હોય, મારામારી કરતા હોય, પરસ્પર આલિંગન કરતા હોય અને વાજીંત્રોના નાદ સાથે નૃત્ય કરતા હોય, આવા જે દેવો હોય તે સુદેવ અર્થાત્ પૂજ્ય દેવ-વીતરાગ દેવ કેમ કહેવાય ? રાગાદિનાં ચિહ્નવાળા દેવો વીતરાગદેવ (પૂજય દેવ) તરીકે હોઈ શકે નહીં. આ વાત મધ્યસ્થ દષ્ટિ રાખીને ઉત્તમ પુરષોએ વિચારવી.
જે આત્મા મુમુક્ષુ છે, પોતાના આત્માનું કલ્યાણ જ કરવા ઇચ્છે છે, તે આત્મા આવા પ્રકારના શસ્ત્રાદિ સામગ્રીવાળા દેવની પરમાત્મા