________________
યોગસાર
પ્રથમ પ્રસ્તાવ
૫૯
તે જ મુક્તિનો મંગલકારી માર્ગ છે. જિનેશ્વર પ્રભુની આજ્ઞા પાળવી એ જ શ્રુતધર્મ અને ચારિત્રધર્મ હોવાથી મુક્તિનો મંગળકારી માર્ગ છે. આમ સમજાવીને ચારિત્રધર્મનું વિધિપૂર્વક આચરણ કરાવી તીર્થંકર ભગવંતો ભવ્ય જીવોને મુક્તિનું શાશ્વત સુખ અપાવનાર બને છે.
આ પ્રમાણે પ્રભુની આજ્ઞાનું પાલન એ જ ચારિત્ર છે અને તે ચારિત્ર જ સર્વ પ્રકારના કર્મોનો સંપૂર્ણ ક્ષય કરી ભવભ્રમણને ભાંગનાર છે. એટલે કે પ્રભુની આજ્ઞાના પાલન વડે જ ભવનો નાશ થાય છે.
આત્મસ્વભાવમાં રમણતા કરવી અને વિભાવદશાથી-દોષોથી બચવું અને સ્વભાવદશામાં વિચરવું, આ જ નિશ્ચયથી ચારિત્ર છે. તેની પ્રાપ્તિ માટે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિરૂપ અષ્ટપ્રવચન માતાનું અપ્રમત્તપણે પાલન કરવું-આરાધન કરવું એ વ્યવહાર ચારિત્ર છે. આ વ્યવહાર ચારિત્ર એ ભાવચારિત્રની પ્રાપ્તિનું અને ઉત્તરોત્તર તેની વિશુદ્ધિનું કારણ બને છે. II૨૭ના
इयं तु ध्यानयोगेन, भावसारस्तुतिस्तवैः । पूजादिभिः सुचारित्रचर्यया पालिता भवेत् ॥ २८॥
ગાથાર્થ - ધર્મધ્યાન અને શુક્લધ્યાનના આલંબન વડે, ઉત્તમ ભાવવાહી એવી પરમાત્માની સ્તુતિઓ અને સ્તવનો વડે, દ્રવ્યપૂજા અને ભાવપૂજા વડે તથા નિર્મળ ચારિત્રના પાલન વડે યં=આ આજ્ઞાનું આરાધન કરેલું થાય છે. ।૨૮।
વિવેચન – જિનેશ્વર પરમાત્માની આજ્ઞાનું પાલન કરવાના અનેક ઉપાયો છે. તેમાંથી ચાર ઉપાયોનું વર્ણન આ ગાથામાં છે.
(૧) ધ્યાનયોગથી – પરમાત્માના સ્વરૂપના ચિંતન-મનનમાં ગરકાવ થવાથી પરમાત્માની સાથે એકતા પ્રાપ્ત થાય છે અને આ આત્મા સમાપત્તિ