________________
૬૪.
પ્રથમ પ્રસ્તાવ
યોગસાર છે અને અલ્પકાળમાં જ મુક્તિનો હેતુ બને છે. પરમાત્મા પ્રત્યેનો અવિચલ પ્રેમ તેઓની પૂજા-સ્તવના-ગુણગાન આદિ દ્વારા વ્યક્ત થાય છે. પ્રીતિ-ભક્તિ-વચન અને અસંગ એમ ચાર પ્રકારનાં ધર્મ અનુષ્ઠાનો શાસ્ત્રમાં કહ્યાં છે. તે ચારમાં શ્રાવક અને શ્રાવિકાના જીવનમાં પ્રીતિ અને ભક્તિ અનુષ્ઠાન વિશેષ પ્રમાણમાં હોય છે. પરમાત્માની પૂજાસેવા કરવી, સ્તવના કરવી, ગુણગાન ગાવા - આ સઘળું ય પ્રીતિ અનુષ્ઠાન અને ભક્તિ અનુષ્ઠાન છે.
આ અનુષ્ઠાનો દ્વારા મન-વચન અને કાયા તે તે અનુષ્ઠાનોમાં લયલીન બનતાં અનાદિકાલીન પૌગલિક ભાવની પ્રીતિને તોડીને પરમાત્માની સાથે પ્રીતિ-ભક્તિવાળાં બને છે. વીતરાગની સાથે થયેલી પ્રીતિ અને ભક્તિ આ જીવને ટૂંકા ગાળામાં વીતરાગ બનાવે છે અને સાંસારિક ભાવોનો રાગ તોડે છે. કહ્યું છે કે –
પ્રીતિ અનંતી પર થકી, જે તોડે તો તે છેડે એહા પરમ પુરુષથી રાગતા, એકત્વતા તો હો દાખી ગુણગેહા
આ જીવ અનાદિકાળથી પર એવા પુદ્ગલ દ્રવ્ય પ્રત્યે પ્રીતિવાળો બનેલો જ છે. તેનાથી જ રાગ-દ્વેષ કરવા દ્વારા કર્મબંધ કરે છે અને સંસારમાં રખડે છે. જે મહાત્મા આ પરપ્રીતિને તોડે છે, તે જ આત્મા પરમાત્માની સાથે પ્રીતિ જોડી શકે છે. પરમાત્માની સાથે સંગતતા કરવી, એકાગ્રતા કરવી તે તો ગુણોનો ભંડાર અપાવનારી પ્રીતિ કહેલી છે. માટે તેમાં લયલીન થવું, ઉત્તમ સ્તવનો ગાવાં, પ્રભુજીના ગુણોનું ગાન કરવું - એ શ્રાવક-શ્રાવિકાનું કર્તવ્ય છે. સુમતિનાથ ભગવાનના સ્તવનમાં શ્રી આનંદઘનજી મહારાજશ્રી કહે છે કેસુમતિનાથ ગુણશે મિલીજી, વાધે મુજમન પ્રીતિ તેલબિન્દુ જિમ વિસ્તરેજી, જળમાંહે ભલી રીતિ | સોભાગી જિનશું લાગ્યો અવિહડ રંગા