________________
પ્રથમ પ્રસ્તાવ
યોગસાર
તથા ધર્મગુરુની સેવા-ભક્તિ કરવાથી તેમની પાસેથી સમ્યગ્જ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને તેના દ્વારા ઉત્તમ આચરણ તથા વ્રતનિયમોના પાલન સ્વરૂપ દ્રવ્યચારિત્ર અને આત્મભાવની રમણતા સ્વરૂપ ભાવચારિત્રની પણ પ્રાપ્તિ થાય છે.
૫૪
સારાંશ કે દેવ-ગુરુ અને ધર્મની ઉપાસના દ્વારા સમ્યગ્દર્શનસમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર એમ રત્નત્રયીની પ્રાપ્તિ કરવા વડે આત્માને નિરંતર આવા પ્રકારના ઉત્તમ પ્રયત્નમાં જ જોડી દેવો જોઈએ. આવા કાર્યમાં સતત પ્રયત્નશીલ બનવું. આ જ જિનેશ્વર પ્રભુની આજ્ઞા છે. આ આજ્ઞાનું આરાધન કર્મોરૂપી વૃક્ષોનો ઉચ્છેદ કરવામાં કુહાડી સમાન છે અને સમસ્ત દ્વાદશાંગીના સારભૂત છે. આવા પ્રકારની આજ્ઞાની પ્રાપ્તિ થવી અને તે આજ્ઞાનું પાલન થવું અતિશય દુર્લભદુર્લભતર છે. આપણને મહાપુણ્યોદયે આની પ્રાપ્તિ થઈ છે, તેને બરાબર સફળ કરવી. ॥૨॥
विश्वस्य वत्सलेनापि, त्रैलोक्यप्रभुणाऽपि च । साक्षाद् विहरमाणेन, श्रीवीरेण तदा किल ॥२४॥
एव रक्षिता दुःखभैरवात् भवसागरात् । રૂડ્સ ચૈ: સ્વીતા, મહિનિીમયાવિભિઃ રા
ગાથાર્થ – – સમસ્ત વિશ્વ ઉપર અતિશય વાત્સલ્યભાવવાળા અને ત્રણે લોકના સ્વામી તથા પૃથ્વી ઉપર ગામાનુગામ વિચરતા એવા પરમાત્મા શ્રી મહાવીર પ્રભુ વડે દુ:ખથી ભયંકર એવા આ ભવસાગરમાંથી તેઓની જ સુરક્ષા કરાઈ છે કે ભક્તિથી અતિશય ભરેલા હ્રદયપૂર્વક જે અભયકુમાર આદિ (ઉત્તમ આત્માઓ) વડે પ્રભુની આજ્ઞા સ્વીકારાઈ હતી. ।।૨૪-૨૫।