________________
યોગસાર
પ્રથમ પ્રસ્તાવ
एतावत्येव तस्याज्ञा, कर्मद्रुमकुठारिका । समस्तद्वादशांगार्थसारभूताऽतिदुर्लभा ॥२३॥
૫૩
ગાથાર્થ - શ્રી વીતરાગ પરમાત્માની આટલી જ આજ્ઞા છે અને તે આજ્ઞા કર્મરૂપી વૃક્ષોનો મૂળથી ઉચ્છેદ કરવા માટે કુહાડી સમાન છે તથા સંપૂર્ણ દ્વાદશાંગી સ્વરૂપ જિનેશ્વર પ્રભુના આગમના સારભૂત છે તથા તે આજ્ઞાની પ્રાપ્તિ અને પાલન અતિશય દુર્લભ છે. II૨૩।।
વિવેચન - પરમાત્મા શ્રીવીતરાગદેવની આ જ આજ્ઞા છે કે આત્માનો ઉપકાર કરનારા સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર આ રત્નત્રયીની આરાધના અને સાધના કરવી. સમસ્ત આગમ શાસ્ત્રોનો પણ આ જ સાર છે. જીવનમાં તેની પ્રાપ્તિ દેવ-ગુરુની વિધિપૂર્વક સેવા અને ઉપાસના કરવાથી પ્રાપ્ત થાય છે.
(૧) દેવાધિદેવ શ્રી વીતરાગ પરમાત્મા એ જ સાચા દેવ છે એ જ ઉપાસ્ય છે, આરાધ્ય છે. તેમની સેવા-શુશ્રુષામાં વર્તવું.
(૨) ૫૨માત્માની આજ્ઞાને અનુસારે ચાલનારા, સંયમને પાળનારા, આત્મસાધનામાં તત્પર અને પાંચ મહાવ્રતને યથાર્થપણે પાળનારા એવા નિર્પ્રન્થ સાધુ-મહાત્મા એ જ સાચા ગુરુ છે.
(૩) અહિંસા-સંયમ અને તપ સ્વરૂપ ધર્મ છે. આમ આ રત્નત્રયીનો સુયોગ પ્રાપ્ત થવો અતિશય દુર્લભતર છે.
દેવાધિદેવ શ્રી વીતરાગ પરમાત્માની સેવા-પૂજા અને ભક્તિ દ્વારા કઠીન કર્મોનો પણ ઉચ્છેદ થાય છે અને તેના દ્વારા આત્માના સહજ શુદ્ધ સ્વરૂપની રૂચિ-પ્રીતિ થાય છે. તેનાથી આ જીવમાં સૌથી પ્રથમ સમ્યગ્દર્શન ગુણ પ્રાપ્ત થાય છે. આત્મસ્વરૂપની રૂચિ પ્રગટ થાય છે. આ રીતે શ્રુતજ્ઞાન વડે અને શ્રુતજ્ઞાનીઓના સંપર્ક વડે ભાવથી પરમાત્માની સાથે મીલન થવા દ્વારા આ જીવમાં સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે.