________________
યોગસાર પ્રથમ પ્રસ્તાવ
૫૧ કહેવાય છે. આપણા ચિત્તને સ્ફટિકની ઉપમાવાળું અતિશય નિર્મળ કરવું. એ જ તે પરમાત્માની આજ્ઞા છે. ||રવો.
વિવેચન :- પરમાત્મા સર્વ કર્મો ખપાવીને મોક્ષે ગયા છે. તેથી તેઓને કંઈ પણ કરવાનું કાર્ય (સાધવાનું સાધ્ય) બાકી નથી. તેથી તેઓ સંપૂર્ણપણે કૃતકૃત્ય છે. માટે જ આવા શુદ્ધ-બુદ્ધ વીતરાગ પરમાત્માની આજ્ઞા પાળવી. તે જ તેઓની આરાધના કરી કહેવાય છે. તેઓશ્રીની આ જ આજ્ઞા છે કે આપણા આ ચિત્તને (કામક્રોધાદિ) વિકારો રહિત બનાવીને સ્ફટિકની ઉપમાવાળું અત્યંત સ્વચ્છ અને નિર્મળ બનાવવું આ જ આજ્ઞા છે. પોતે વીતરાગ બન્યા છે અને “તમે વીતરાગ બનો!” આ જ તેઓની આજ્ઞા છે. તેથી આ આત્મામાંથી રાગ-દ્વેષ અને મોહાદિ વિકારો દૂર કરવા સતત પ્રયત્નશીલ રહેવું. આ જ તેઓશ્રીની આજ્ઞા છે. આ આજ્ઞાને આપણે બરાબર સમજીએ અને જીવનમાં આ જ આજ્ઞા આત્મસાત કરીએ. |૨૧/l ज्ञानदर्शनशीलानि, पोषणीयानि सर्वदा । रागद्वेषादयो दोषा हन्तव्याश्च क्षणे क्षणे ॥२२॥
ગાથાર્થ - જ્ઞાન-દર્શન અને ચારિત્ર આ આત્માના ગુણો છે. તેનું સર્વકાળે રક્ષણ-પોષણ અને વૃદ્ધિ કરવી તથા રાગ-દ્વેષ વિગેરે આત્મામાં જે જે દોષો છે તે દોષો પ્રતિસમયે હણવા લાયક છે. રર/.
ભાવાર્થ :- ચિત્તને અત્યંત નિર્મળ અને સ્વચ્છ બનાવવા માટે તેના ઉપાયોનું સંપૂર્ણપણે અને યથાર્થ રીતે સેવન કરવું. મુખ્યત્વે ચિત્તને નિર્મળ કરવાના બે ઉપાયો છે. એક તો ઉપાદેય ભાવોનો સ્વીકાર કરવો. એટલે કે મનને પવિત્ર રાખનારા એવા આત્મગુણો