________________
૪૦ પ્રથમ પ્રસ્તાવ
યોગસાર रागद्वेषमयेष्वेषु, हतेष्वान्तरवैरिषु । साम्ये सुनिश्चले, यायादात्मैव परमात्मताम् ॥१३॥
ગાથાર્થ - આત્માના આન્તરિક શત્રુતુલ્ય રાગ અને દ્વેષમય એવા આ કષાયો હણાયે છતે અતિશય દઢતાવાળી “સમતાદશા” પ્રાપ્ત થાય છે અને તેનાથી આ આત્મા જ પરમાત્મદશાને પામે છે. ૧]
વિવેચન :- આ જીવમાં જન્મ-જરા અને મરણની પરંપરા વધારનાર તથા અપાર દુઃખ આપનાર, ભવોભવમાં રખડાવનાર જો. કોઈ હોય તો આ કષાયો જ છે. ક્રોધ અને માન આ બે કષાયો દ્વેષમાં અંતભૂત થાય છે અને માયા તથા લોભ આ બે કષાયો રાગમાં અંતર્ભત થાય છે. તેથી આ ચારે કષાયો રાગ-દ્વેષમય જ કહેવાય છે. આ ચારે કષાયો એ આત્માના આન્તરિક શત્રુ છે. કારણ કે ઘણી ભવપરંપરા વધારે છે. આ જીવ આ કષાયોની મલીનતામાં અટવાઈ જાય છે. તેથી ભાવ મેલરૂપ છે, માટે તે કષાયોને હણે છતે જ આત્મામાં પોતાની નિર્મળ દશારૂપ “સામ્યતત્ત્વ” (સમતાભાવ)ની પ્રાપ્તિ થાય છે. જ્યારે આ આત્મા વિષમદશાનો ત્યાગ કરીને સામ્યભાવને પામે છે. ત્યારે પવિત્ર શુદ્ધ અને વીતરાગ બનેલો આ જ આત્મા “પરમાત્મદશાને” પ્રાપ્ત કરે છે. પરમાત્મદશા ક્યાંય બહાર મેળવવા જવું પડતું નથી, પણ અંદરથી જ પ્રગટ થાય છે. જે મલીન આત્મા છે તે જ આત્મા મલીનતા દૂર થતાં જ પોતે સ્વયં જ પરમાત્મા બને છે. કષાયો અને નોકષાયો એ આ આત્માના આન્તરિક શત્રુઓ છે. ભવોભવ બગાડનાર અને ભટકાવનાર છે માટે જેમ થોડી પણ આગ હોય તો તેનો ભરોસો કરાય નહીં. તેમ આ કષાયોનો ભરોસો કરવો નહીં, પોતાના જીવનમાં કષાયોને અલ્પમાત્રામાં પણ સ્થાન આપવું નહીં. પણ કષાયો તથા નોકષાયોને જીતતાં શીખવું એ જ ઉત્તમ આત્માઓ માટે હિતાવહ છે. ||૧૩