________________
૪૨ પ્રથમ પ્રસ્તાવ
યોગસાર વીતરાગપણે સાધક આત્માથી ભિન્ન છે માટે નિમિત્તમાત્રરૂપે ઉપકારક અવશ્ય છે, પણ તે સ્વરૂપ તેમનામાં હોવાથી આપણો આત્મા પ્રાપ્ત કરી શકતો નથી. તેઓનું પરમાત્માપણું જોઈ જોઈને પોતાનામાં રહેલું પોતાનું જ વીતરાગપણે પ્રગટ કરવાનું છે અને તે એકાકારપણાના ધ્યાનથી આ આત્મા પ્રાપ્ત કરી શકે છે. તેથી આ જ આત્મા આ જ આત્મામાં રહેલું પોતાનું પરમાત્મપણું પ્રગટ કરે છે અને વાસ્તવિકપણે તે જ ઉપાદેય છે. જેમ ઇયળ ભમરીનું ધ્યાન કરતી કરતી ભમરીના ચટકાથી ભમરીપણાને પામે છે, તેમ આ જ આત્મા પરમાત્માના ધ્યાનમાત્રથી પોતાના જ રાગાદિ દોષોનો નાશ કરીને પોતાનું જ “પરમાત્મપણું” પ્રગટ કરે છે. આ આત્મા જ સ્વયં પોતે જ પોતાની જ પરમાત્મદેશાને પામે છે. ||૧૪ો. यादृशोऽनन्त वीर्यादिगुणोऽतिविमलः प्रभुः । तादृशास्तेऽपि जायन्ते, कर्ममालिन्यशोधनात् ॥१५॥
ગાથાર્થ :- જેવા પ્રકારનો પ્રભુનો આત્મા અનન્તવીર્યાદિ ગુણોથી યુક્ત અને અત્યન્ત નિર્મળ-ચોખ્ખો છે, તેવા જ પ્રકારના તે ધ્યાતા એવા સંસારી આત્માઓ પણ કર્મોની મલીનતા દૂર થઈ જવાથી નિર્મળ-ચોખ્ખા બની જાય છે. ૧પી
વિવેચન :- ઋષભદેવાદિ ચોવીશે તીર્થંકર ભગવંતો તથા આજ સુધી મુક્તિદશાને પામેલા અનંત અનંત સિદ્ધ પરમાત્મા જેમ અનંત વીર્યાદિ (અનંત વીર્ય-અનંતજ્ઞાન-અનંતદર્શન અને ચારિત્ર આદિ) ગુણોથી ભરપૂર ભરેલા છે તથા અત્યન્ત શુદ્ધ આત્મા છે ક્યાંય પણ અલ્પમાત્રાએ પણ મલીનતા નથી તેવો જ મારો પોતાનો આત્મા પણ અનંત અનંત ગુણોનો સ્વામી અને સુવર્ણની જેમ અત્યન્ત નિર્મળ છે. માત્ર તેમાં કર્મોની મલીનતાએ (કર્મજન્ય મલીનતાએ)