________________
૪૧
યોગસાર
પ્રથમ પ્રસ્તાવ स तावद् देहिनां भिन्नः, सम्यग् यावन्न लक्ष्यते । लक्षितस्तु भजत्यैक्यं रागाद्यञ्जनमार्जनात् ॥१४॥
ગાથાર્થ :- જ્યાં સુધી આ આત્માની યથાર્થ ઓળખાણ થતી નથી ત્યાં સુધી જ આ આત્મા પ્રાણીઓને પરમાત્માથી ભિન્ન જણાય છે. પરંતુ રાગ-દ્વેષ આદિ દોષોરૂપી અંજનનું માર્જન થવાથી (અર્થાત્ રાગાદિ દોષોરૂપી અંજનનો નાશ થવાથી) બરાબર જાણવામાં આવે છે ત્યારે આ આત્મા અને પરમાત્મા એક જ છે આમ જણાય છે. /૧૪ો.
વિવેચન :- આપણા સર્વે જીવોના આત્મા અનાદિકાળથી રાગદ્વેષ અને મોહાદિ દોષોરૂપી અંજનથી વ્યાપ્ત છે. તેથી મોહબ્ધ દૃષ્ટિ હોવાથી તે દૃષ્ટિ યથાર્થદર્શી બનતી નથી. માટે જ પોતાનો આત્મા અને પરમાત્મા ભિન્ન ભિન્ન જણાય છે અર્થાત્ તારક એવા પરમાત્મામાં પરમાત્માપણું દેખાય છે, પરંતુ મારો પોતાનો આત્મા જ પરમાત્મા છે, તે દેખાતું નથી. આ આત્મા મોહદશાથી ઘેરાયેલો છે ત્યાં સુધી તારક એવા પરમાત્મામાં પરમાત્માપણું દેખે છે. પરંતુ પોતાનામાં રહેલું પોતાના આત્માનું જ પરમાત્માપણું છે, આ દેખાતું નથી.
જ્યારે આ મોહદશાનું માર્જન થાય છે એટલે કે મોહદશા નાશ પામે છે. ત્યારે પોતાનો આત્મા જ પરમાત્મા છે, પોતાનો આત્મા જ પરમાત્મા બની શકે છે, આમ સમજાય છે. કાચમાં દેખાતા મુખના પ્રતિબિંબની જેમ અન્ય વ્યક્તિમાં રહેલું પરમાત્મા-પણું તો માત્ર આલંબનરૂપ જ છે. હકીકતથી તો પોતાનું જ પરમાત્માપણું મેળવવાનું છે. કારણ કે પોતાનો જે આત્મા છે તે જ મોહ માલિનો નાશ કરવાથી પરમાત્મા બને છે અને આ જ પરમાત્મપણું ઉપાદેય છે. મેળવવાનું છે તેના આલંબન રૂપે જ પોતાનાથી ભિન્ન એવા વીતરાગ પરમાત્માનું આલંબન લીધેલું છે. બાકી વીતરાગ પરમાત્મામાં રહેલું