________________
યોગસાર
પ્રથમ પ્રસ્તાવ યથાર્થદશા પામે છે, ત્યારે પોતામાં જ રહેલું પોતાના જ આત્માનું નિર્મળ “પરમાત્મપણું” પોતાને દેખાય છે. જેનો આત્મિક આનંદ અતિશય ઘણો હોય છે, જે જાણે તેને જ તેનો ખ્યાલ આવે છે.
ઉપશમભાવથી કે ક્ષયોપશમભાવથી પ્રગટ થયેલી સામ્યદશા એટલી બધી ઉચ્ચકોટિની હોતી નથી. કારણ કે તેમાં કર્મોનો ઉદય ભલે મંદ હોય તો પણ ડખલગિરિ કર્યા કરે જ છે. તેથી તે સામ્યતા તેજસ્વી અને સર્વશ્રેષ્ઠ હોતી નથી. તે મળ્યા પછી આ જીવ પડી, પણ જાય છે. પાછો વિસમ દશામાં આવી પણ જાય છે. તેથી ક્ષાયિકભાવથી થયેલો વૃત્તિઓનો ક્ષય અને તેનાથી પ્રગટ થયેલી ક્ષાયિકભાવની સામ્યતા ક્યારેય પણ જતી નથી અને આ જીવને સર્વશ્રેષ્ઠ સ્થાને લઈ જાય છે. આવી દશા પ્રાપ્ત થાય ત્યારે “હું અનંતગુણો સ્વામી છું, મારા આત્મામાં જ પરમાત્મદશા રહેલી છે'' આવો સાક્ષાત્કાર થાય છે. નિરંતર તેને જોવા-જાણવા અને માણવામાં જ સમય પસાર કરે છે. તે આનંદ અનંતકાલે પણ સમાપ્ત થતો નથી. આ જીવ તેમાં જ રચ્યા-પચ્યો રહે છે. આ દશા તો જે અનુભવે તે જ જાણે. |૮ अपसर्पन्ति ते तावत्, प्रबलीभूय देहिषु ।। स तावत् मलीनीभूतो, जहाति परमात्मताम् ॥९॥
ગાથાર્થ :- જયાં સુધી આ કષાયો પ્રબળ શક્તિવાળા થઈને પ્રાણીઓ ઉપર જોરદાર આક્રમણ કરે છે (અર્થાત જ્યાં સુધી કષાયોનું જોર બહુ હોય છે, ત્યાં સુધી મલીન બનેલો આ આત્મા પોતાના આત્મામાં જ રહેલી નિર્મળ-શુદ્ધ એવી પરમાત્મદશાનો ત્યાગ કરે છે અર્થાત્ ત્યાં સુધી પરમાત્મદશા પ્રગટ થતી નથી. III)
વિવેચન :- મોહનીયકર્મનો ઉપશમ કરવાથી અથવા ક્ષયોપશમ કરવાથી પણ આ આત્મા પોતાની અંદર રહેલી પરમાત્મદશાનો કંઈક