________________
૩૬
પ્રથમ પ્રસ્તાવ
યોગસાર
પણ જાય છે અને અંતે પહેલે ગુણઠાણે પણ પહોંચી જાય છે. અત્યાર સુધી કરેલા મોહના પરાભવના પુરુષાર્થનું ફળ હારી જાય છે અને પાછો તીવ્રમોહના ઉદયવાળો બની જાય છે.
આ પ્રમાણે કષાયોનો ઉપશમ કરવાથી પ્રાપ્ત થતી સમાધિ દશામાં પરમાત્માની સાથે એકાકારતાના અનુભવના કારણે અનુભવમાં આવેલી પરમાત્મતાનો-વીતરાગતાનો કષાયોના પ્રબળ ઉદય થવાના કારણે મલીન બનેલો આ આત્મા ત્યાગ કરે છે. વીતરાગતા હારી જઈ ફરીથી મોહનું માલિન્ય પ્રાપ્ત કરે છે. પરમાનંદના પૂર્ણરસથી ભરેલા પોતાના આત્મતત્ત્વને ભૂલી જાય છે અને દેહાધ્યાસદશાને પામે છે. વીતરાગતામાંથી રાગાન્ધતા આદિ દોષોથી વ્યાપ્ત થાય છે. પ્રાપ્ત કરેલી આત્મગુણોની સામગ્રી આ જીવ હારી જાય છે. જે આત્માએ પ્રબળ પ્રયત્ન કરીને વીતરાગતા પ્રાપ્ત કરી હતી, તે જ વીતરાગતાને વમીને મોહના ઉદયમાં પરાધીન થયો છતો આ આત્મા મિથ્યાત્વદશા પામી અનંતકાળ સંસારમાં રખડે છે. તેથી કષાયોનો ક્યારેય પણ વિશ્વાસ કરવો નહીં. જેમ સર્પની સાથે રમત ન કરાય તેમ કષાયોની સાથે મિત્રતા ન જ કરાય. આમ સમજીને જેમ ગાડિક પુરુષવડે મંત્રાદિ દ્વારા સર્પને વશ કરાય તેમ ક્ષમા આદિ ગુણો પ્રાપ્ત કરવા દ્વારા કષાયો ઉપર કાબુ પ્રાપ્ત કરવો એ જ માર્ગ હિતાવહ છે. તેથી સદાકાળ કષાયોનો નિગ્રહ કરવામાં જ તત્પર રહેવું જોઈએ, પણ કષાયોને આધીન થવું જોઇએ નહીં. IIા कषायास्तन्निहन्तव्यास्तथा तत्सहचारिणः । नोकषाया शिवद्वारार्गलीभूता मुमुक्षुभिः ॥ १०॥
ગાથાર્થ :- તેથી મોક્ષના દરવાજામાં અર્ગલાભૂત (આડા આગળીયા તુલ્ય) એવા ક્રોધાદિ ચારે કષાયોનો તથા તેના