________________
યોગસાર
પ્રથમ પ્રસ્તાવ
૩૭
સહચારીભૂત અને તે કષાયોના મિત્ર તુલ્ય નવ નોકષાયોનો પણ મુમુક્ષુ આત્માએ નાશ કરવો જોઈએ. ।।૧૦।
વિવેચન : - સમતાભાવ-સામ્યતા એ મોક્ષનું દ્વાર છે. તે સમતાનો અવરોધ કરનારા ક્રોધાદિ ચારે કષાયો અર્ગલા-ભોંગળ સમાન છે તથા ક્રોધાદિ ચારે કષાયોને વધારે વધારે ઉત્તેજિત કરનાર નોકષાયો છે. માટે સમતાભાવ રૂપ દરવાજાના પ્રતિબંધક એવા કષાયો અને નોકષાયોનો ક્યારેય પણ વિશ્વાસ કરવો નહીં. જો આ માનવ જીવન પરમ પવિત્ર બનાવવું હોય તો આ કષાયોને લેશમાત્ર પણ સ્થાન આપવું નહીં, પરંતુ તે ચારે કષાયોના વિરોધી એવા ક્ષમા-નમ્રતા-સરળતા અને સંતોષાદિ ગુણોનું આલંબન લેવા દ્વારા આ કષાયોનો નિગ્રહ કરવામાં જ લયલીન થવું. અલ્પમાત્રાએ પણ કષાયોનો ભરોસો (વિશ્વાસ) કરવો નહીં.
તે ચાર કષાયોમાં ક્રોધ અગ્નિતુલ્ય છે. જેમ અગ્નિનો એક નાનો કણીયો પણ વૃદ્ધિ પામતાં આખા ઘરને અને આખા ગામને પણ બાળીને ભસ્મ કરી નાખે છે, તેમ ક્રોધ કષાય અલ્પમાત્રામાં હોય તો પણ આત્માના ક્ષમા આદિ ઉત્તમ ગુણોને બાળીને તે ગુણોનો નાશ કરે છે. માટે સાધક આત્માએ દ્વેષભાવને (ક્રોધભાવને) મૈત્રી અને ક્ષમા આદિ ગુણો દ્વારા દૂર કરવા જ પ્રબળ પ્રયત્ન કરવો તથા માનમાયા અને લોભ કષાયોનો તથા તેને સહાય કરનારા નવ નોકષાયોનો તેના પ્રતિસ્પર્ધી એવા નમ્રતા-સરળતા-સંતોષ આદિ ગુણો કેળવવા દ્વારા અવશ્ય નિગ્રહ કરવો જોઈએ. પરંતુ આ કષાયોનો થોડો પણ વિશ્વાસ કરવો નહીં. સર્પાદિ ઝેરી પ્રાણીઓ કરતાં પણ વધુ ભયંકર છે. માટે જ મુક્તિની પ્રાપ્તિમાં તે કષાયો અર્ગલાભૂત છે. ૧૦ના हन्तव्यः क्षमया क्रोधो, मानो मार्दवयोगतः । માયા ચાર્જવમાવેન, નોમસંતોષપોષત: શા॥