________________
પ્રથમ પ્રસ્તાવ
યોગસાર
અન્ય દ્રવ્યના સંયોગ-વિયોગ રૂપે માનસિક સંકલ્પ તથા વિકલ્પરૂપ વૃત્તિઓનો અને કાયા દ્વારા પરિસ્પન્દનાત્મક યોગદશાનો સંપૂર્ણપણે ક્ષય આ જીવમાં પ્રગટ થાય છે. આયુષ્યકર્મનું બંધન સમાપ્ત થતાં જ એક સમય માત્ર કાલની સમશ્રેણીથી આ જીવ ઉપર જાય છે. આવા સયોગી-અયોગી કેવલી ભગવાનને પોતાના આત્માનું “પરમાત્મપણું” પ્રગટપણે દેખાય છે અને અનુભવાય છે. સર્વ સિદ્ધ ભગવંતોમાં પ્રગટ થયેલું અને સાક્ષાત્કારપણે અનુભવાતું તથા સર્વ સંસારી જીવોમાં સત્તાગત રહેલું આત્માનું સ્વાભાવિક શુદ્ધ-નિર્મળ આત્મસ્વરૂપ પ્રત્યક્ષ જણાય છે દેખાય છે અને તેનો પારમાર્થિક આનંદ આ જીવ તે કાળે અનુભવે છે. IIના
૩૨
कषाया अपसर्पन्ति, यावत् क्षान्त्यादिताडिता: । तावदात्मैव शुद्धोऽयं, भजते परमात्मताम् ॥८॥
ગાથાર્થ ઃ- · ક્ષાન્તિ આદિ (ક્ષમા-નમ્રતા-સરળતા-સંતોષ આદિ) દશ પ્રકારના મુનિગુણો પ્રાપ્ત કરવા દ્વારા તેના વડે જ તાડન કરાયેલા (હણાયેલા) અનંતાનુબંધી આદિ ચારે કષાયો આ જીવમાંથી પલાયન થઈ જાય છે અને ત્યારે જ અત્યન્ત શુદ્ધ-બુદ્ધ બનેલો આ આત્મા
પોતે જ “પરમાત્મદશાને” પામે છે. ટા
વિવેચન :- કષાયો દ્વારા થતી મલીનતા અને મોહના વિકારો રૂપ અશુદ્ધ દશા દૂર કર્યા વિના નિર્મળતા અને શુદ્ધ દશા આવતી નથી. તેથી ક્ષમા આદિ દશ પ્રકારના મુનિ જીવનના પવિત્ર ગુણો પોતાનામાં લાવવા દ્વારા તે ગુણો વડે જ કષાયો રૂપી દોષોનો આ જીવ વિનાશ કરે છે. જેમ જેમ ગુણો વધારે વધારે પ્રગટ કરે છે, તેમ તેમ કષાયો સ્વરૂપ દોષો જડમૂળથી દૂર થઈ જાય છે અને આ આત્મા પોતાની શુદ્ધ-નિર્મળ-યથાર્થ દશાને પામે છે. જ્યારે સાચી