________________
૨૦ પ્રથમ પ્રસ્તાવ
યોગસાર આત્મામાં સમતાગુણ અતિશય વૃદ્ધિ પામે છે. કષાયો મોળા પડવાથી અને સમતાગુણની વૃદ્ધિ થવાથી દિનપ્રતિદિન પ્રભુજીની વીતરાગતાનાં દર્શન વૃદ્ધિ પામે છે. સ્પષ્ટપણે અથવા અસ્પષ્ટપણે વીતરાગતા સમજાય છે અને દેખાય છે તથા અનુભવાય છે.
આ રીતે અધ્યાત્મયોગ કરતાં ભાવનાયોગ દ્વારા સાધક આત્માની વિશુદ્ધિ વધારે આગળ વધે છે. ઉપરોક્ત બંને યોગોના આસેવનથી અને સતત અભ્યાસથી આ જીવમાં ધ્યાનદશા પ્રગટાવવાનું સામર્થ્ય પ્રાપ્ત થાય છે. આ રીતે જીવનો અધ્યાત્મ માર્ગમાં વિકાસ આગળ વધે છે. //પી. साध्यशुद्धिः क्रमेणैव, स विशुद्ध्यत आत्मनः । सम्यक्त्वादिगुणेषु स्यात्, स्फुटः स्फुटतरः प्रभुः ॥६॥
ગાથાર્થ – સાધ્યની શુદ્ધિની વૃદ્ધિ થતાં થતાં વિશુદ્ધતર બનેલા આત્માની પરમાત્મદશા અવિરત સમ્યગ્દષ્ટિ આદિ ગુણસ્થાનકોમાં વધારે વધારે પ્રમાણમાં અતિશયપણે પ્રગટ થતી જાય છે. દા.
ભાવાર્થ - અનંતાનુબંધી આદિ કષાયોનો હ્રાસ થવાથી અને તે કષાયોના ક્ષયોપશમભાવની વૃદ્ધિ થવાથી તે સાધક આત્મામાં સમતાયોગની દિનપ્રતિદિન વૃદ્ધિ થાય છે. આ પ્રમાણે સમતાયોગ વૃદ્ધિ પામતાં તથા રાગ-દ્વેષ અને કષાયો મોળા પડતાં, સાધક આત્માને સમ્યગ્દષ્ટિ આદિ ગુણસ્થાનકોમાં વર્તતાં વર્તતાં સામ્યગુણનો અનુક્રમે વિકાસ વધતાં વધતાં તે આત્માને પરમાત્માનું “પરમાત્મપણું’ સ્પષ્ટ-સ્પષ્ટતર રીતે અનુભવાય છે સમજાય છે.
અધ્યાત્મયોગ અને ભાવનાયોગના સતત અભ્યાસથી આ જીવમાં ધ્યાનયોગની અને સમતાયોગની સાધના વૃદ્ધિ પામે છે અને તેના