________________
યોગસાર
પ્રથમ પ્રસ્તાવ
૨૫
બહુ રહેતી નથી. છતાં કંઈક અંશે બીજમાત્ર રૂપે અહીંથી યોગની શરૂઆત થાય છે.
(૨) તારાદૃષ્ટિમાં :- આ જીવને છાણાંના અગ્નિ જેવો કંઈક વધુ તેજસ્વી બોધ હોય છે. મિત્રા કરતાં આ દૃષ્ટિમાં આ તત્ત્વબોધ કંઈક અંશે વધારે ચિરંજીવી હોય છે. છતાં ધર્મનાં કાર્યોમાં વીર્યનો વિકાસ વધારે હોતો નથી, એટલે વીર્યની વિકલતા હોય છે. પાપનાં કાર્યોમાં ક્યાંક જોડાવું પડે તો ઉદ્વેગ થાય છે. જીવનને પવિત્ર બનાવવા નાના-મોટા નિયમો સ્વીકારવાનું મન થાય છે. જ્ઞાનીએ કહેલાં તત્ત્વો જાણવાની જિજ્ઞાસા વધતી જાય છે.
(૩) બલાસૃષ્ટિમાં :- આ દૃષ્ટિમાં જીવનું આધ્યાત્મિકબળ વધે છે. સાધક આત્માને તત્ત્વનો બોધ કાષ્ટના અગ્નિ સમાન હોય છે. એટલે કે ઘાસ અને છાણના અગ્નિ કરતાં લાકડાનો અગ્નિ દીર્ઘકાળ રહેનાર હોય છે. તેમ આ દૃષ્ટિમાં જીવનો બોધ ચિરસ્થાયી હોય છે. બોધ વધવાથી અને વીર્યશક્તિ વિકસવાથી ધર્મક્રિયા કંઈક અંશે સવિશેષ પ્રીતિભાવપૂર્વક કરે છે. મનને ક્રિયામાં વધારે સ્થિર કરવા પ્રયત્ન કરે છે. એટલે ક્ષેપદોષનો ત્યાગ કરે છે. (આ જીવ મન બીજા કાર્યોમાં મૂકતો નથી. મન પરોવીને ધર્મક્રિયાઓ કરે છે.) સ્થિર આસને ધર્મકાર્યો કરે છે તથા કોઈ જ્ઞાની પુરુષોનો યોગ થાય તો તુરત જ તત્ત્વશ્રવણ કરવા માટે મન તીવ્ર બને છે. તત્ત્વશ્રવણની તીવ્ર ઝંખના વધે છે. તત્ત્વશુશ્રુષા બહુ જોરમાં હોય છે. આ જીવ તત્ત્વધેલો બને છે.
(૪) દીપ્રાર્દષ્ટિમાં :- તત્ત્વોનો બોધ દીપકના પ્રકાશતુલ્ય કંઈક વધારે વિશિષ્ટ અને વધુ કાળની સ્થિતિવાળો હોય છે. જેમ દીપકનો પ્રકાશ છાણાં અને લાકડાના અગ્નિ કરતાં તેજસ્વી હોય છે અને વધુ કાળ રહેનાર હોય છે, તેમ આ દીપ્રાર્દષ્ટિમાં આવેલા જીવનું જ્ઞાન કંઈક