________________
૧૮ પ્રથમ પ્રસ્તાવ
યોગસાર શુદ્ધિ કરનારું એવું સામ્યતત્ત્વ શુદ્ધ શુદ્ધતર બને છે. (સમતાભાવની વૃદ્ધિ થાય છે.) //પી.
વિવેચન :- પરમાત્માની સાથે એકાકારતા-પરસ્પર મીલન કરવામાં વિજ્ઞભૂત મિથ્યાત્વમોહનીયાદિ ત્રણ દર્શનમોહનીય અને અનંતાનુબંધી આદિ ચાર કષાયો એમ ૭ કર્મપ્રકૃતિઓ છે. આ સાત કર્મપ્રકૃતિઓનો જેટલા જોરથી ઉદય હોય તેટલા જોરથી આ આત્માનું પતન થાય અને આ સાત પ્રકૃતિઓનો ઉપશમ-ક્ષયોપશમ અને ક્ષય દ્વારા તેના ઉદયને જેટલા અંશે અટકાવવામાં આવ્યો હોય. શુભ આલંબનોનો સહારો લઈને આ સાત કર્મપ્રકૃતિઓનો જેટલા અંશે કન્ટ્રોલ કરવામાં આવ્યો હોય છે, તેટલા તેટલા અંશે કષાયોનો હાસ થતાં સમ્યજ્ઞાનની અને સમ્યગુ આચરણની આ જીવને પ્રાપ્તિ થાય છે. જેમ જેમ સમ્યજ્ઞાનની અને સમ્યગુ આચારની પ્રાપ્તિ થાય છે, તેમ તેમ મોહનો વધારે વધારે નાશ થતો જાય છે. વિધિપૂર્વક સમ્યમ્ આચારોનું આચરણ કરવાથી આત્મામાં ભાવોલ્લાસની વૃદ્ધિ થાય છે અને જેમ જેમ ભાવોલ્લાસ વધતો જાય છે, તેમ તેમ કષાયોનો અને મોહનો હ્રાસ થવાથી તે બંનેનું બળ હીન થઈ જવાથી આ આત્મામાં સામ્ય (સમતા) યોગની સિદ્ધિ થાય છે અને તે પણ શુદ્ધ-શુદ્ધતર તરફ વૃદ્ધિ પામે છે. આ આત્મામાં કષાયોની હાનિ અને સમતાગુણની વૃદ્ધિ જેમ જેમ થતી જાય છે તેમ તેમ આ આત્માની શુદ્ધિનો પ્રકર્ષ વૃદ્ધિ પામે છે.
યોગબિન્દુમાં અધ્યાત્મયોગની સાધનાના ઉપાયો નીચે મુજબ સમજાવ્યા છે.
(૧) મૈત્રી-પ્રમોદ આદિ ચાર ભાવનાઓથી યુક્ત થઈને જીવ અજીવ
આદિ નવતત્ત્વોનું ચિંતન-મનન કરવા દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરવું.