Book Title: Yogsaar Author(s): Dhirajlal D Mehta Publisher: Dhirajlal D Mehta View full book textPage 6
________________ પ્રથમ પ્રસ્તાવ યોગસાર છૂટકારો થાય તે જ મોક્ષ છે. આ આત્મા શુદ્ધ સોના જેવો છે અને કર્મો તે આત્મામાં ભળેલા ત્રાંબા અને ચાંદી જેવાં છે. ત્રાંબા-ચાંદીથી મલીન થયેલા સોનાને અલગ કરવા માટે જેમ ખારની જરૂર રહે છે, તેમ આત્મા અને કર્મનો સંયોગ જે અનાદિકાળથી છે તેને છૂટો પાડવા આ યોગદશા એ ખારની જેમ ઉપાયરૂપ છે. જો આત્મા મલીન જ ન હોત તો ઉપાયની જરૂર જ ન રહત તથા જો મલીનતા દૂર જ ન થઈ શકતી હોત તો પણ ઉપાયની જરૂર ન રહત, પરંતુ આમ નથી. આત્મા કર્મોના સંયોગને લીધે મલીન પણ છે અને ઉપાયોથી આ મલીનતા દૂર પણ કરી શકાય તેમ છે માટે તેના ઉપાયરૂપે આ યોગગ્રન્થોનો અભ્યાસ ખાસ જરૂરી છે. અતિશય મન પરોવીને આત્માને, આત્માના શુદ્ધ સ્વરૂપને, તેને આચ્છાદિત કરનારા કર્મને અને તે કર્મસ્વરૂપ ઢાંકણને તથા તેને દૂર કરવાના ઉપાયને બરાબર સમજીએ અને તે સમજવા દ્વારા ઢાંકણ દૂર કરીને અંદરની જ્યોતને પ્રગટ કરીએ. એ જ આ ગ્રન્થ ભણવાનો લ્હાવો છે, સાર છે, ઉદેશ છે. IT૧ાા. અવતરણ :- વીતરાગતા પ્રાપ્ત કરવી છે. તો તેના ઉપાયરૂપે વીતરાગનું ધ્યાન કરવું જરૂરી છે. માટે એકાગ્ર બનીને વીતરાગના ધ્યાનમાં જોડાઈએ - यदा ध्यायति यद् योगी, याति तन्मयतां तदा । ध्यातव्यो वीतरागस्तद् नित्यमात्मविशुद्धये ॥२॥ ગાથાર્થ :- યોગી પુરુષ જે કાળે જેનું ધ્યાન કરે છે તે કાળે તે યોગી તે ધ્યેયરૂપ બની જાય છે. તેથી આત્માની વિશુદ્ધિ માટે પ્રતિદિન વીતરાગ પરમાત્માનું ધ્યાન કરવું જોઈએ. /રા. વિવેચન :- યોગદશાની સાધનાનું ફળ છે મોક્ષ. સર્વ પ્રકારનાPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 350