Book Title: Yogsaar
Author(s): Dhirajlal D Mehta
Publisher: Dhirajlal D Mehta

View full book text
Previous | Next

Page 7
________________ યોગસાર પ્રથમ પ્રસ્તાવ કર્મનાં બંધનો અને તજન્ય જન્મ જરા મરણ આદિ સાંસારિક ઉપાધિઓરૂપ બંધનોથી સર્વથા મુક્ત થવું. તે મોક્ષ એ સાધ્ય છે. આત્માના અનંતગુણોનો સાક્ષાત્ પ્રગટીભાવ અર્થાત્ અનંતગુણોનો ઉઘાડ થવો તે મોક્ષ છે, ત્યાં આત્માને પોતાના ગુણોનો અનંત આનંદ વર્તે છે. ગુણોના આનંદ સ્વરૂપ, સુખમય-પરમાત્મ-સ્વરૂપ જીવન ત્યાં છે તથા સંપૂર્ણ શુદ્ધ, સંપૂર્ણ ગુણોના પ્રગટ ભાવરૂપ તથા સર્વથા કર્મોના બંધનથી મુક્ત એવું પરમાત્મપણું પ્રગટ થાય છે. તેથી તેવા પ્રકારના સિદ્ધ પરમાત્મા પ્રત્યે હૃદયના ભાવ સાથે અતિશય આદર-બહુમાન અને તેમના પ્રત્યેના અહોભાવપૂર્વકનું મીલન અર્થાત્ તેમની સાથેની તન્મયતા (લયલીનતા), એ સાધક આત્માનું પોતાનું સચ્ચિદાનંદ સ્વરૂપ પ્રગટાવે છે. ૭ મુક્તિ પ્રાપ્તિમાં સાધનોનો ઉલ્લેખ કરતા ગ્રન્થકારશ્રી પ્રારંભમાં વીતરાગ પરમાત્માના ધ્યાનનો મુખ્યત્વે ઉલ્લેખ કરે છે. તેથી ધ્યાનયોગની પ્રધાનતા-શ્રેષ્ઠતા સિદ્ધ થાય છે. સર્વે પણ યોગોનો સાર વીતરાગ પરમાત્માનું ધ્યાન છે. આવા પ્રકારના સર્વોત્તમ ધ્યાનની યોગ્યતા પોતાના જીવનમાં પ્રગટાવવા માટે અહિંસા, સંયમ અને તપ ઇત્યાદિ અનુષ્ઠાનો એ તેના ઉપાયરૂપ છે. પવિત્ર એવા સાધુજીવનના અને પવિત્ર એવા શ્રાવક જીવનના જે જે મૂળગુણોનું અને ઉત્તરગુણોનું શાસ્ત્રોમાં વર્ણન કરવામાં આવ્યું છે તે સઘળું ય ધ્યાનયોગને સિદ્ધ કરવાના ઉપાયરૂપે છે. ધ્યાનની સિદ્ધિ અર્થાત્ સફળતા તો જ પ્રાપ્ત થાય જો ધ્યેય ઘણું ઉચ્ચકોટિનું અને પરમ પવિત્ર હોય. જેનું ધ્યાન કરવું છે, તે સર્વગુણસંપન્ન-પરમાત્મા સ્વરૂપ હોય, સારાંશ કે મુમુક્ષુ આત્માના ધ્યેયરૂપે પરમાત્મા જ હોઈ શકે અન્ય કંઈ નહીં. કારણ કે એ જ

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 350