Book Title: Yogsaar
Author(s): Dhirajlal D Mehta
Publisher: Dhirajlal D Mehta

View full book text
Previous | Next

Page 9
________________ યોગસાર પ્રથમ પ્રસ્તાવ નામસ્મરણ કરતાં જ તેઓના ગુણોની સાથે લયલીન થઈ જવું. તેઓશ્રીના ગુણો સાથે એકાકાર બની જવું, આમ કરવાથી સાધકના હૃદયમાં પરમાત્મા (જ્ઞાનપરિણામપણે) પધારે છે. જેનાથી કાળાન્તરે સાધક પણ સાધ્યસ્વરૂપ બની જાય છે. આ આત્મા જ પરમાત્મા બની જાય છે. (૨) સ્થાપનાજિન - પરમાત્માની પ્રતિમા દેખવાથી પરમાત્માનું સ્મરણ તીવ્ર બને છે. જેમ કોઈ સ્ત્રીનું અથવા પુરુષનું વિશિષ્ટ ચિત્ર જોવાથી આત્મા તન્મય થઈને વિકારી બને છે, તેમ વીતરાગ પરમાત્માની વીતરાગદશાવાળી મૂર્તિનું આલંબન લેવાથી આ આત્મા પણ વીતરાગ તરફ પ્રયાણ કરે છે. આ સ્થાપનાનિલેપ જાણવો. (૩) દ્રવ્ય જિન :- પરમાત્માની પૂર્વાવસ્થા અને ઉત્તર અવસ્થા એ દ્રજિન કહેવાય છે. જે નજીકના જ કાળમાં પરમાત્મા બનવાના હોય, તેમને દેખવાથી પણ તેમના ભાવિના આવનારા પર્યાયને અનુલક્ષીને પ્રાયઃ અહોભાવ પ્રગટે છે. જે આ સાધક આત્માને પરમાત્મા બનાવે છે. જેમ કે પરમાત્માશ્રી મહાવીર પ્રભુએ દીક્ષા લીધી ત્યારથી જ સાડા બાર વર્ષ સુધી જે આત્મસાધના કરી તે સાંભળતાં અને જાણતાં તેમના પ્રત્યે સાચો હાર્દિક પ્રેમભાવપૂજ્યભાવ સાધકાત્મામાં પ્રગટે છે. તે સાધકભાવ તે સાધકનું અવશ્ય કલ્યાણ કરે જ છે. જેમકે શ્રેણિક મહારાજા હાલ ભલે નરક પર્યાયમાં છે તો પણ તે જ આત્મા અનંતર ભવમાં પરમાત્મા બનવાના છે. તે જાણતાં તેમના પ્રત્યે ભક્તિ બહુમાનના ભાવ પ્રગટે છે તથા જેઓનો ભાવનિક્ષેપ પૂર્વે થઈ ગયો છે તેની પાછલી અવસ્થા પણ દ્રવ્યનિક્ષેપ કહેવાય છે. જેમકે જે કોઈ તીર્થંકર પરમાત્મા મુક્તિમાં પધાર્યા છે, તેઓની ભૂતકાલીન તીર્થંકરપણાની અવસ્થા વિચારવી તે પણ દ્રવ્યનિક્ષેપ જાણવો.

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 350