Book Title: Yogsaar Author(s): Dhirajlal D Mehta Publisher: Dhirajlal D Mehta View full book textPage 5
________________ યોગસાર પ્રથમ પ્રસ્તાવ ચાલવું પણ તેટલું જ જરૂરી છે. જો રસ્તાની જાણકારી બરાબર ન હોય અથવા રસ્તે ચાલવાની પ્રક્રિયા બરાબર ન હોય તો ઘાણીના બળદની જેમ જીવ ગમે તેટલું ચાલે તો પણ મુંબઈ આવતું નથી તેમ અહીં પણ સમજવું. નવ પૂર્વ સુધીનો શાસ્ત્ર અભ્યાસ કરનારા જ્ઞાની આત્માઓ અને મેરૂપર્વત જેટલો ઢગલો થાય તેટલા ઓઘા, મુહપત્તિ લેનારા આત્માઓ પણ આ બન્નેના સમન્વય વિના સંસારમાં અનંતકાળ રખડે છે. માટે નિશ્ચય અને વ્યવહાર બન્ને સંલગ્ન હોય તો જ તે બન્ને યોગ આત્માનો ઉપકાર કરનારા બને છે. કોઈ પણ વેપારી પોતાના વેપારના વિષયનો માલ લાવે. માલ દુકાનમાં ગોઠવે, સાફ-સૂફ કરે, ત્રાજવે તોલે ઇત્યાદિ જે પ્રક્રિયા કરે છે તે સઘળો વ્યવહાર છે અને ખરીદ-વેચાણના ભાવમાં જે ગાળો રાખે છે તે નિશ્ચય છે. જો ખરીદ-વેચાણના ભાવમાં પાંચ-દશ ટકાનો ગાળો ન રાખે તો બધી જ મહેનત માથે પડે અને પેઢીનું ખર્ચ માથે પડતાં આર્થિક નુકસાન થાય માટે ગાળાનું ધ્યાન રાખવું તે ‘નિશ્ચય' છે અને માલની લેવડ-દેવડ કરવી તે કાયિક ક્રિયાને વ્યવહાર કહેવાય છે. જો આ લેવડ-દેવડની પ્રક્રિયા કરવામાં ન આવે તો નફો બેસે જ નહીં, તેમ વ્યવહારયોગ વિના નિશ્ચયયોગ આવે નહીં ઇત્યાદિ યુક્તિઓ વ્યવહાર અને નિશ્ચય માટે સ્વયં સમજવી. સર્વે પણ આત્માઓ અનાદિકાળથી અનંતગુણોથી ભરેલા છે. ગુણો ક્યાંથી લાવવાના છે જ નહીં. આ આત્મામાં જ ગુણો ભરેલા છે. પરંતુ કર્મોના ઉદયથી આવૃત્ત થયેલા (ઢંકાયેલા) છે. ફક્ત તે આવરણોને જ દૂર કરવાનાં છે. આવરણો દૂર થયે છતે અંદર રહેલા ગુપ્ત ગુણો પ્રગટ થશે. તેને જ મોક્ષ કહેવાય છે. મોક્ષ એટલે બંધનમાંથી છૂટવું. કર્મોના બંધનમાંથી આ આત્માનો જેPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 350