Book Title: Yogsaar
Author(s): Dhirajlal D Mehta
Publisher: Dhirajlal D Mehta

View full book text
Previous | Next

Page 4
________________ પ્રથમ પ્રસ્તાવ યોગસાર પરમ પૂજય યાકિનીમહત્તરાસૂનું શ્રીહરિભદ્રસૂરિજી મહારાજે યોગશતક નામના ગ્રન્થમાં યોગ શબ્દનો અર્થ ઉપર પ્રમાણે કહ્યો છે – જિનેશ્વર પરમાત્માની આજ્ઞાનું અનુસરણ કરવારૂપ અમૃતથી સિંચાયેલો આ યોગ એ પરમ કલ્યાણકારી યોગ છે. વીતરાગ સર્વજ્ઞ ભગવંતો રાગ-દ્વેષાદિ દોષોથી રહિત છે અને ત્રિકાળજ્ઞાની છે. માટે તેમની વાણી એ અમૃત સ્વરૂપ છે. તેના ઉપરના બહુમાનપૂર્વક તેમની આજ્ઞાનું પાલન કરવામાં આવે તો આ જીવનું અવશ્ય કલ્યાણ થાય જ. ગુરનો વિનય કરવો, વૈયાવચ્ચમાં જોડાવું, શાસ્ત્રશ્રવણની તીવ્ર અભિલાષા રાખવી, શાસ્ત્રોમાં કહેલાં ધર્મ અનુષ્ઠાનોનું વિધિપૂર્વક આચરણ કરવું, શાસ્ત્રોમાં નિષેધ કરેલાં હિંસા-જૂઠ-ચોરી ઇત્યાદિ ૧૮ પાપસ્થાનકોનો જીવનમાં ત્યાગ કરવો. આ સાધનસ્વરૂપ વ્યવહારયોગ છે. નિશ્ચયયોગ એ મુક્તિનું અનંતર કારણ છે અને વ્યવહારયોગ એ મુક્તિનું પરંપરાએ કારણ છે. નિશ્ચયયોગ એ પ્લેન સમાન છે. જે તુરત બીજા ગામે પહોંચાડે છે અને વ્યવહારયોગ રીક્ષા-ટેક્ષી સમાન છે કે જે ઍરપોર્ટ પાસે લઈ જાય છે. સમ્યજ્ઞાનાદિ રત્નત્રયી એ મુક્તિ પ્રાપ્તિ માટે અનંતર કારણ છે. આ ત્રણ ગુણો આવે એટલે આ જીવનો અવશ્ય મોક્ષ થાય જ, માટે તે નિશ્ચયયોગ છે. પરંતુ નિશ્ચયયોગ લાવવા માટે તેને અનુકૂળ ગુરુવિનયાદિ રૂપ ઉત્તમ આચરણ વિના નિશ્ચયયોગ પ્રાપ્ત થતો નથી માટે તે નિશ્ચયયોગના અસાધારણ ઉપાય સ્વરૂપ જે યોગ છે તે વ્યવહારયોગ સમજવો. તેથી સાધક આત્માએ પોતાની દૃષ્ટિમાં નિશ્ચયયોગ અને આચરણામાં વ્યવહારયોગ અવશ્ય લાવવો. તો જ આત્મકલ્યાણ થાય છે. જેમ કે અમદાવાદથી મુંબઈ જવું હોય તો તેના રસ્તાનો બરાબર ખ્યાલ હોવો જરૂરી છે અને તે જ રસ્તે

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 350