________________
૨૦૮
તૃતીય પ્રસ્તાવ
યોગસાર
આમ કહેવાય છે. પરમાર્થથી તો જિનેશ્વર પ્રભુની આજ્ઞાના પાલનથી સઘળાં કાર્યો થાય છે.
તથા સદ્ગુરુની સેવા કરવાથી, ભક્તિ કરવાથી અને તેઓની આજ્ઞાનું પાલન કરવાથી આરાધક આત્માનાં અંતરાયાદિ કર્મો તૂટી જાય છે. તેમ થવાથી સાધક આત્માનાં સઘળાં પણ કાર્યો થાય છે. તેને જ પરમાત્મા અને સદ્ગુરુની કૃપા કહેવાય છે.
પરમાત્માની અને ગુરુજીની આજ્ઞા પાળનારો જીવ આજ્ઞાપાલકતાના ગુણથી કર્મોની નિર્જરા કરતો છતો પોતાના આત્માને પણ ઘણો સંતુષ્ટ કરે છે. આ ત્રણ વ્યક્તિ સિવાય અન્યને ખુશ કરવાની કંઈ જરૂર નથી. બાકી બધાં તો મોહનાં જ પાત્રો છે. ઉપકારી એવા આ ત્રણે તત્ત્વોની પ્રસન્નતાથી જ સાધક ઘણો ખુશ પણ થાય છે અને તેનાં કર્મો તૂટી જવાથી તેનાં સઘળાં કાર્યો પણ થાય છે. માટે (૧) પરમાત્મા, (૨) સદ્ગુરુ અને (૩) પોતાનો આત્મા આ ત્રણ જ ખુશ કરવા લાયક તત્ત્વો છે. અન્ય સઘળી મોહજાળ માત્ર જ છે. ।।૨૬।
कषायविषयाक्रान्तो, बहिर्बुद्धिरयं जनः । किं तेन रुष्टतुष्टेन, तोषरोषौ च तत्र किम् ॥२७॥
ગાથાર્થ – બહિદૃષ્ટિવાળો આ જીવલોક (સંસારી સર્વે પણ જીવો) કષાયોથી અને વિષયોથી ઘેરાયેલા છે. તેથી તે લોક રૂષ્ટ થાય કે તુષ્ટ થાય. તેનાથી હે જીવ ! તને શું લાભ ? ત્યાં તારે રોષ અને તોષ શા માટે કરવા ? ॥૨૭ના
-
વિવેચન – પરમાત્માને, સદ્ગુરુને અને તારા પોતાના આત્માને ખુશ રાખનારો સાધક અન્ય કોઈને પણ ખુશ રાખવા પ્રયત્ન કરતો નથી. કારણ કે પરમાત્મા માર્ગ બતાવનાર છે. સદ્ગુરુ તે માર્ગ ઉપર