________________
યોગસાર
ચતુર્થ પ્રસ્તાવ
૨૩૫
શુદ્ધિકરણ થાય છે અને વડીલોની નિશ્રા તેમાં ઘણી જ ઉપકારક બને છે. માટે અતિશય સાવધાનીપૂર્વક વર્તવા જેવું છે. છતાં મોહના સંસ્કારો અનાદિકાલીન હોવાથી તેવાં પ્રબળ નિમિત્તો મળતાં આ આત્મા ભાન ભૂલી જાય છે અને કામવાસનાને આધીન બની જાય છે. માટે ઘણા જ સજાગ રહેવાની જરૂર છે.
રૂપ અને લાવણ્યથી યુક્ત દેખાવડી અને મોહક સ્ત્રીઓના હૃદય સોંસરા ઉતરી જાય તેવા આંખોના કટાક્ષ રૂપી બાણોથી વિંધાવાનો અવસર આવી જાય ત્યારે આ આત્મા વિવેક ચૂકી જાય છે, ભાન ભૂલી જાય છે અને મોહદશામાં લપેટાઈ જાય છે. ત્યારે ધીરતા, વીરતા અને મહત્તમતા વિગેરે ગુણો ક્ષણવારમાં હતા ન હતા થઈ જાય છે અને આ પુરુષ સ્ત્રીને પરવશ બની જાય છે.
તથા સ્ત્રીને પરવશ બનેલો પુરુષ વિષય વાસનાને આધીન થયો છતો સંયમી જીવનથી ભ્રષ્ટ બની પોતાનું ચારિત્રરૂપી અમૂલ્ય રત્ન ગુમાવી બેસે છે. અરણીક મુનિવર વિગેરેમાં અનેક દૃષ્ટાન્તો શાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે. પરપાત્રનો સમાગમ જ ઝેરી ગણાય છે. આ વાતને બરાબર સમજીને સાધક આત્માઓએ આવા પ્રકારનાં પતનનાં નિમિત્તોથી દૂર જ રહેવું અને તેના માટે સતત જાગૃત રહેવું જરૂરી છે.
ધીરપણું, મહાનપણું અને વિવેકીપણું આ જીવમાં ત્યાં સુધી જ ટકે છે કે જ્યાં સુધી વિજાતીય વ્યક્તિઓના અતિશય પરિચયથી અનુરાગી બન્યા નથી. માટે સ્ત્રીઓએ પુરુષોથી અને પુરુષોએ સ્ત્રીઓથી શક્ય બને તેટલું દૂર રહેવા અને તેમાં પણ કટાક્ષાદિ વિકારીભાવો આવી ન જાય તેનું પૂરેપૂરું ધ્યાન રાખીને જ વર્તવું જરૂરી છે. આવું જીવન હશે તો જ આપણે આપણા આત્માને બચાવી શકીશું. ।।૧૧।
गृहं च गृहवार्तां च, राज्यं राज्यश्रियोऽपि च । समर्प्य सकलं स्त्रीणां, चेष्टन्ते दासवज्जनाः ॥१२॥