________________
ચતુર્થ પ્રસ્તાવ
યોગસાર
ગાથાર્થ - લોકો પોતાનું ઘર, પોતાના ઘરનો સઘળો કારભાર, રાજ્ય તથા રાજ્યલક્ષ્મી આમ સઘળી પણ વસ્તુઓ સ્ત્રીઓને સોંપીને પોતે જાણે તેનો દાસ હોય તેમ વર્તે છે. ૧૨
૨૩૬
-
વિવેચન – સંસારી ઘણાખરા લોકો પોતાની સ્ત્રી ઉપર અત્યંત મોહાંધ બન્યા છતા અત્યંત આસક્ત થઈને કામરાગ અને સ્નેહરાગને વશ થયા છતા સ્ત્રીઓ ઉપરના અતિશય રાગના કારણે પોતાનું સમગ્ર ઘર અને ઘરનો સઘળો પણ વહીવટ તે સ્ત્રીને સોંપીને પોતે જાણે તે સ્ત્રીનો ગુલામ હોય તેમ બાયલાની જેમ નિર્માલ્ય જીવન જીવે છે.
તથા કોઈ રાજા-મહારાજા હોય તો પણ એવી જ રીતે બધું પોતાની પટરાણીને સોંપીને જાણે પોતે તેનો દાસ હોય તેમ તેની આજ્ઞા પ્રમાણે વર્તે છે. તેનાં અનેક ઉદાહરણો છે. ૧૨૫
सा मित्रं सैव मन्त्री च, सा बन्धुः सैव जीवितम् । સા વેવ: મા ગુરુશ્ચેવ, સા તત્ત્વ, સ્વામિની ચ મ રૂા
रात्रौ दिवा च सा सा सा, सर्वं सर्वत्र सैव हि । एवं स्त्र्यासक्तचित्तानां व धर्मकरणे रतिः ? ॥१४॥
ગાથાર્થ – મોહાંધ જીવોને (૧) સ્ત્રી એ જ મિત્ર છે, (૨) સ્ત્રી એ જ ઘરનો ભાર સંભાળનાર મંત્રી છે. (૩) સ્ત્રી એ જ બંધુ છે, (૪) સ્ત્રી એ જ પોતાનું જીવન છે, (૫) સ્ત્રી એ જ દેવ છે, (૬) સ્ત્રી એ જ ગુરુ છે, (૭) સ્ત્રી એ જ સાર છે, (૮) સ્ત્રી એ જ પોતાની સ્વામિની છે. ।।૧૩।
આ પ્રમાણે રાત્રિમાં અને દિવસમાં સર્વસ્થાને જે કોઈ વસ્તુ છે તે સર્વ સ્થાનોમાં સ્ત્રી જ દેખાય છે. આ પ્રમાણે સ્ત્રીઓમાં અતિશય આસક્ત ચિત્તવાળા પુરુષોને અતિશય મોહાંધતાના કારણે કોઈ પણ પ્રકારના ધર્મકાર્ય કરવામાં પ્રીતિ ક્યાંથી આવે ? ।।૧૪।।