________________
યોગસાર ચતુર્થ પ્રસ્તાવ
૨૩૭ વિવેચન - મોહાંધતા એ કેટલી ભયંકર છે ! તેનું વર્ણન કરતાં ગ્રંથકાર મહર્ષિ સમજાવે છે કે કંચન અને કામિની – આ બન્ને મોહદશાની અંધતાનાં પ્રધાન કારણો છે. તેથી તેમાં આસક્ત-તન્મય બનેલા જીવને ધર્મમાં પ્રેમ થતો નથી, તેનું મુખ્ય કારણ એ છે કે કામાસક્ત જીવો પરમાત્માને ભૂલી જઈને પોતાની પત્નીને જ પ્રેમનું પાત્ર માને છે. પત્નીને જ પોતાનો પ્રાણ માને છે. તેથી (૧) તે પત્ની જ મિત્ર છે. (૨) તે પત્ની જ મંત્રી છે (સલાહકાર છે), (૩) તે પત્ની જ સલાહકારબંધુ છે, (૪) તે પત્ની જ પોતાનું જીવન છે, (૫) તે પત્ની જ દેવ છે, (૬) તે પત્ની જ ગુરુજી છે, (૭) તે પત્ની જ સારભૂત તત્ત્વ છે, (૮) તે પત્ની જ પોતાની સ્વામિની-માલિકી છે.
આમ રાત-દિવસ તે સ્ત્રી પ્રત્યેના અતિશય અનુરાગથી તેને જ અતિશય પ્રધાન તત્ત્વ માનીને દેવની જેમ પૂજે છે. ગુરુજીની જેમ તેની સેવા કરે છે. તેને જ ધર્મ સમજીને તેનું કહેવું જ સઘળું કાર્ય કરે છે. પોતાની સ્ત્રીને પોતાનું સર્વસ્વ સોંપીને તેને ઘરની સ્વામિની બનાવીને પોતે તેનો જાણે દાસ હોય તેમ આ જીવ વર્તે છે. રાતદિવસ જ્યાં જાય ત્યાં તેને પોતાની સ્ત્રી જ દેખાય છે. હૃદયમાં પણ સતત તેનું જ સ્મરણ થયા કરે છે.
આવા પ્રકારની મોહાંધતાના કારણે આવા જીવને ધર્મ પ્રત્યે પ્રીતિ થતી નથી. ભગવાન અને ગુરુ પ્રત્યે પણ તેવા પ્રકારનો આદર અને તેવા પ્રકારનું બહુમાન થતું નથી. કારણ કે તેનું મન સ્ત્રીમાં જ આસક્ત છે. તેથી તેનું મન તેમાં જ રમતું હોય છે. મોહદશાનો આ પ્રભાવ છે. /૧૩-૧૪ स्त्रीसमुद्रेऽतिगम्भीरे, निमग्नमखिलं जगत् । उन्मज्जति महात्माऽस्माद् यदि कोऽपि कथञ्चन ॥१५॥
ગાથાર્થ – અતિશય ઉંડા સ્ત્રીરૂપી સમુદ્રમાં સમગ્ર જગત ડૂબેલું છે. તેમાંથી કોઈક વીરલ મહાત્મા જ કેમે કરીને બહાર નીકળે છે. ||૧પણી