________________
યોગસાર
૨૩૮
ચતુર્થ પ્રસ્તાવ વિવેચન - સ્ત્રીરૂપી આ સમુદ્ર અતિશય ઉંડો છે, ગંભીર છે અને વિશાળ છે. જે જીવ તેમાં પડ્યો તે ફસાયો જ સમજો . જેમ સમુદ્રમાં પડેલો મનુષ્ય જલ્દી તેમાંથી નીકળી શકતો નથી, પણ ડૂબતાં ડૂબતાં મૃત્યુને જ પામે છે, તેમ સ્ત્રીમાં આસક્ત બનેલો જીવ દિન-પ્રતિદિન મોહાંધ થયો છતો તેમાં ડૂબે છે, પણ નીકળી શકતો નથી. તેથી સ્ત્રીને સમુદ્રની ઉપમા આપીને ગ્રંથકારશ્રી સમજાવે છે કે –
સમગ્ર વિશ્વના જીવો પછી ભલે તે દેવ હોય, દાનવ હોય કે માનવ હોય તો પણ સ્ત્રી રૂપી સમુદ્રમાં ડૂબેલા છે. સ્ત્રીના હાવભાવ તથા તેના કટાક્ષ બાણોથી વીંધાયા છતા તેના રૂપ-લાવણ્યમય કાયામાં શૃંગારરસના રસિયા લોકો તે સ્ત્રીની સાથેના ભોગવિલાસમાં જ અત્યંત આસક્ત થયા છતા સંસાર સમુદ્રમાં ડૂબે છે, તેનાં થોડાંક ઉદાહરણો વિચારીએ.
બ્રહ્મદત્ત ચક્રવર્તી રાજા પોતાની પત્ની કુરુમતિને મૃત્યુના અંતિમ સમય સુધી સ્મરણ કરતો કરતો મૃત્યુ પામીને સાતમી નરકમાં ગયો. આવા પ્રકારના રાગને વશ થયેલા ભૂતકાળમાં અપાર જીવો નરકાદિ કુગતિમાં ગયા છે અને અતિશય દુ:ખ પામ્યા છે અને જે આત્માઓએ આ રાગ ત્યજયો છે, તે સુખી થયા છે. મોક્ષસુખના ભોક્તા બન્યા છે. જેમ કે જંબુસ્વામી, સ્થૂલિભદ્ર, વજસ્વામી આદિ મહાત્મા પુરુષો આવા પ્રકારના રાગસમુદ્રમાં ડૂળ્યા વિના જ તેમાંથી ક્ષેમકુશળ બહાર નીકળી ગયા. મોહદશાને જીતીને સંયમારૂઢ થઈને આત્મકલ્યાણના ભોક્તા બન્યા.
કેટલાક મહાત્માઓ પોતે તો આ ભોગદશામાંથી બહાર નીકળી ગયા. પરંતુ બીજા પણ અનેક જીવોને પણ આ ભયંકર કામવાસનાની પીડામાંથી બહાર કાઢનારા બન્યા. જેમ કે જંબૂકુમારે પોતે તો મોહને