________________
૨૩૪ ચતુર્થ પ્રસ્તાવ
યોગસાર આ પ્રમાણે કામવાસના રૂપી મલ્લથી પરાભવ પામેલા કેટલાક મુનિ મહાત્માઓ પણ સંયમરૂપી રત્ન ગુમાવીને વિવેકશૂન્ય બન્યા છે અને સંસારરૂપી અંધ કુવામાં પડીને તેના તળીયા સમાન સુક્ષ્મ નિગોદના ભવ સુધી પણ પહોંચી ગયા છે અને જાય છે. માટે ઉત્તમ આત્માઓએ આ કામવાસનાને જીતવા જોરદાર પુરુષાર્થ કરવો જોઈએ. મહામહેનત કરીને પણ આ વાસના ઉપર કાબૂ મેળવવો જોઈએ. ||૧ની तस्माद् धैर्यं महत्त्वं च, तावत् तावद् विवेकिता । कटाक्षविशिखान् यावद् न क्षिपति मृगेक्षणाः ॥११॥
ગાથાર્થ – પુરુષોનું ધૈર્ય ત્યાં સુધી જ ટકી રહે છે અને ત્યાં સુધી જ વિવેકીપણું ટકી રહે છે કે જ્યાં સુધી સ્ત્રીઓ પોતાની આંખોના કટાક્ષરૂપી બાણો ફેંકતી નથી. //૧૧l
વિવેચન - સજ્જન પુરુષોએ તથા ઋષિમુનિઓએ શક્ય બની શકે તેટલા શુભ વાતાવરણમાં અને ઉત્તમ નિમિત્તોના સહવાસમાં જ રહેવું અને વિચરવું યોગ્ય છે. કારણ કે તેમાં જ આત્માનું હિત સમાયેલું છે. શુભ વાતાવરણમાં રહેવાથી આ આત્મામાં ધર્યગુણ વૃદ્ધિ પામે છે. દુનિયામાં સારા પુરુષ તરીકેની છાયા અને યશની વૃદ્ધિ થાય છે તથા જીવનમાં વિવેક ગુણ પ્રગટ થાય છે. સજ્જન પુરુષોનું સંસારી જીવન પણ ઘણું વિવેકી અને પાપભીરૂ બની જાય છે. આવું પવિત્ર જીવન જીવવામાં જ આત્માનું હિત છુપાયેલું છે. તેવા ઉત્તમ જીવનથી જ આત્મહિત થાય છે.
કામવાસનાનું ભૂત પણ આ જીવને અનાદિકાળથી વળગેલું છે. જ્ઞાનીઓની નિશ્રા, સમ્યજ્ઞાનાદિ ગુણોની ઉપાસનામાં જ વર્તવાપણું અને સ્વાધ્યાય આદિ ગુણોની જ પ્રવૃત્તિમાં બહુધા વર્તવાથી આ કામવાસના જોર કરતી નથી. આવાં ઉત્તમ આલંબનોથી વિચારોનું