________________
યોગસાર દ્વિતીય પ્રસ્તાવ
૧૪૧ ગાથાર્થ - શ્રી ગૌતમસ્વામીને જોઈને પન્નરસો તાપણો વડે બુદ્ધિથી જ આત્મકલ્યાણ કરાયું હતું. બાહ્ય વેષાદિનો કદાગ્રહ ક્યાં રખાયો હતો? તથા ભરત મહારાજા વિગેરે રાજવીઓ વડે પણ બાહ્ય વેષાદિનો આગ્રહ ક્યાં રખાયો હતો ? |રપી.
વિવેચન - આત્મતત્ત્વની પ્રાપ્તિમાં કે કેવલજ્ઞાનની પ્રાપ્તિમાં બાહ્ય સાધુવેષાદિ કે અમુક ધર્મક્રિયા હોવી જ જોઈએ, એવો કોઈ આગ્રહ રાખવામાં આવતો નથી અર્થાત્ બાહ્ય કોઈ પણ વસ્તુનો કદાગ્રહ ન હોય તો જ કેવલજ્ઞાન થાય છે. કોઈપણ પ્રકારનો બાહ્ય વસ્તુનો આગ્રહ જ કેવલજ્ઞાનનો પ્રતિબંધક બને છે.
જેમકે સાધુવેષ ધારણ કરે અને મોહને ત્યજે તો પણ કેવળજ્ઞાન થાય છે અને કદાચ શ્રાવક-શ્રાવિકાનો વેષ હોય. સાધુનો વેષ ન લઈ શક્યો હોય પણ મોહનો ત્યાગ કરે તો પણ કેવલજ્ઞાન થાય છે. તપ-જપ કરે પણ જો મોહને ન ત્યજે તો કેવલજ્ઞાન થતું નથી અને તપ-જપ કરે કે ન્યૂન માત્રાએ કરે પણ મોહને જો જીતે તો કુરગડુ ઋષિની જેમ કેવલજ્ઞાન થાય છે, માટે કોઈ પણ જાતનો આગ્રહ એ જ કેવળજ્ઞાનની પ્રાપ્તિમાં પ્રતિબંધક છે. આ હકીકતને ઘણી જ સારી રીતે સમજવાની બહુ જ જરૂર છે.
આગ્રહ કે કદાગ્રહના ભાવો જ રાગદ્વેષાત્મક છે. મોહના સર્જક છે. રાગ-દ્વેષાદિ કષાયોને જીતવા માટે આવા પ્રકારની કદાગ્રહની વૃત્તિને અને પ્રવૃત્તિને તજવી જ જોઈએ.
અષ્ટાપદ પર્વત ઉપર આત્મસાધના કરતા પન્નરસો તાપસો સૂર્યનાં કિરણોનું આલંબન લઈને પર્વત ઉપર આરોહણ કરતા એવા શ્રી ગૌતમસ્વામીને જોઈને મનમાં ને મનમાં વિચારવા લાગ્યા કે આપણે બધા વર્ષોથી તપશ્ચર્યા કરીએ છીએ. પર્વત ઉપર ચઢવા