________________
૧૪૨ દ્વિતીય પ્રસ્તાવ
યોગસાર પ્રયત્ન કરીએ છીએ, પણ પર્વત ઉપર પહોંચવાની સફળતા પામી શક્યા નથી અને આ યોગીશ્વર મહાત્મા સૂર્યનાં કિરણોનું આલંબન લઈને કેવા સડસડાટ ચડી જાય છે. કેવી હશે તેમની આત્મસાધના ? કેવો હશે તેમના તપ અને ચારિત્રનો મહિમા ? હવે તેઓ જ્યારે પાછા પધારે ત્યારે તેમના જ ચરણોમાં સમર્પિત થઈને આત્મસાધના કરીએ તો આપણું જરૂર કલ્યાણ થશે.
આવા પ્રકારના પાકા નિર્ણય સાથે તે તાપસો હૃદયથી બહુમાનના ભાવમાં વર્તે છે. ત્યાં જ જયારે ગૌતમસ્વામી પાછા ફર્યા ત્યારે મનોમન ગુરુ તરીકે સ્વીકારેલા શ્રી ગૌતમસ્વામીને હૃદયથી ગુરુ તરીકે સ્વીકારીને તુરત જ તેમને સમર્પિત થઈ ગયા. ગૌતમસ્વામીનાં ગોત્ર-કુળ, નામઠામ કંઈ પૂછ્યું નહીં, કેવો સમર્પિતભાવ ? ઓળખાણ-પીછાણ વિના જ સમર્પિત થઇ ગયા. કેવો સમર્પિત ભાવ?
શ્રી ગૌતમસ્વામીના મુખેથી પરમાત્માશ્રી મહાવીરદેવનું લોકોત્તર અનુપમ સ્વરૂપ સાંભળીને તે તાપસીના ભાવોમાં એવો પલટો આવ્યો અને નિર્મળ વિશુદ્ધિ પ્રગટી તથા એવા પ્રકારના અહોભાવમાં ચઢ્યા કે પOOને ત્યાં જ, પOOને સમવસરણ તરફ જતાં અને ૫OOને સમવસરણમાં પહોંચ્યા પછી કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ. ત્યાં બાહ્ય કોઈ વેષ કે ક્રિયા કારણ ન હતાં. પરંતુ વિશુદ્ધ એવો ચિત્ત પરિણામ જ=સમતાભાવ જ મુખ્ય કારણ બન્યો હતો.
ભરત મહારાજાને આરિસા ભુવનમાં જ્યારે કેવળજ્ઞાન પ્રગટ થયું, ત્યારે આંગળીમાંથી વીંટી પડી જવાથી “શરીર પરપદાર્થો વડે જ શોભા પામે છે. વાસ્તવિકપણે શરીરની શોભા કંઈ છે જ નહીં. પૌદ્ગલિક હોવાથી અસાર અને નાશવંત છે. આવા ભાવ પ્રગટવાથી સાધુવેષ કે તપ આદિ કોઈ બાહ્ય સાધન વિના પણ કેવળજ્ઞાન થયું છે.”