________________
યોગસાર દ્વિતીય પ્રસ્તાવ
૧૪૩ પૃથ્વીચંદ્ર અને ગુણસાગરને પણ બાહ્ય સાધુવેષાદિ કોઈ બાહ્ય નિમિત્ત હતાં નહીં પણ તે વિના પોતાના શુદ્ધ આત્મ પરિણામથી જ કેવલજ્ઞાન થયું છે. ગુણસાગરને પરણતાં પરણતાં ચોરીમાં જ ચિત્તની નિર્મળતાથી કેવળજ્ઞાન થયું છે અને પૃથ્વીચંદ્રને ગુણસાગરનું વૃત્તાંત સાંભળીને તેના ગુણગાન ગાતાં ગાતાં રાજગાદી ઉપર જ અહોભાવથી કેવળજ્ઞાન થયું છે. માટે સર્વ ઠેકાણે વેષ કે બાહ્ય આચરણ શુભ હોવું જ જોઈએ, એવો નિયમ નથી. જો ચિત્તની નિર્મળતા વિશેષ પ્રમાણમાં થાય છે, તો બાહ્યવેષાદિ હોય તો પણ કેવળજ્ઞાન થાય છે અને કદાચ બાહ્ય વેષાદિ ન હોય તો પણ કેવળજ્ઞાનાદિ થાય છે. પરંતુ બાહ્ય વેષાદિ હોય છતાં જો ચિત્તની નિર્મળતા ન હોય તો કેવળજ્ઞાનાદિ ગુણો પ્રગટ થતા નથી. તેથી નક્કી થાય છે કે બાહ્ય સાધુવેષ અને સાધુ સામાચારી પળાય તો ઘણું જ સારું. પરંતુ કદાચ તે ન લઈ શકાય અને ન પાળી શકાય, તો પણ ચિત્તની વિશુદ્ધિ જો પ્રાપ્ત કરી શકાય તો અવશ્ય કલ્યાણ-કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આ વિષય ઉપર બીજાં પણ ઘણાં ઉદાહરણો છે. માટે શાંત ચિત્તે કદાગ્રહ ત્યજીને ઉત્તમ વિચારો કરીને આ વાતને યથાર્થપણે સમજવા જીવે કોશિશ કરવી જોઈએ. / પી
दृढप्रहारी वीरेण, चिलातीपुत्रयोगिना । ईलापुत्रादिभिश्चैव, सेवितो योग उत्तमः ॥२६॥
ગાથાર્થ - દૃઢપ્રહારી જેવા શુરવીરે, ચિલાતીપુત્ર જેવા યોગીશ્વરે અને ઇલાચીપુત્ર જેવા તરવૈયાએ પણ સર્વોત્તમ એવો સમતાયોગ જ સેવ્યો છે. (ક્યારેય પણ બાહ્ય વસ્તુઓ–બાહ્ય જીવનનો આગ્રહ કર્યો નથી.) |૬|ી.
વિવેચન - આ જીવ ગમે તેટલો પાપી હોય, કૂર હોય અને