________________
દ્વિતીય પ્રસ્તાવ
યોગસાર ભોગી-વિલાસી હોય, પરંતુ જો તે જીવ સમતાવાળો બની જાય, સામ્યભાવને આત્મસાત્ કરે તો નક્કી તે સંસાર તરી જાય છે. ગમે તેવો પાપી હોય તો પણ પાવન બની જાય અને ગમે તેવો ક્રૂર હોય તો પણ કરૂણાળુ બની જાય તથા ગમે તેવો ભોગી-વિલાસી હોય તો પણ વૈરાગી બની જાય. માટે શક્ય બને તેટલી સમતા-સામ્યયોગ જીવનમાં લાવવા પ્રયત્ન કરવો.
૧૪૪
દૃઢપ્રહારી પ્રતિદિન અનેક હત્યા કરતો હતો. પ્રતિદિન ચારે પ્રકારની હત્યા કરનારો ક્રૂર સ્વભાવવાળો દૃઢપ્રહારી પણ નાના બાળકનું રૂદન સાંભળી દ્રવિત બની જાય છે. પોતે કરેલી ઘણી હત્યા તથા તેનાં પાપો બદલ પશ્ચાત્તાપ થાય છે. જેના જીવનમાં કારણ વિના ગોહત્યા, બાલહત્યા, સ્ત્રીહત્યા અને બ્રાહ્મણ હત્યા - આમ ચારે પ્રકારની સતત હત્યા ચાલુ જ હતી, બાળકનું રૂદન સાંભળીને તેને પસ્તાવો થયો. ખરેખર મેં મારા જીવનમાં ઘણાં પાપો કર્યાં છે. મારા જીવને પાપોથી ભારેખમ બનાવ્યો છે. ખરેખર આવાં પાપોથી અને આટલાં બધાં પાપોથી હું ક્યારે છૂટીશ ?
કોઈક સાધુ મહાત્મા પાસે જઈને પોતાના આત્માની શુદ્ધિ અને શાંતિનો માર્ગ પૂછે છે, તેમના સમજાવવા પ્રમાણે દીક્ષા સ્વીકારીને કરેલા પાપોના પ્રાયશ્ચિત્તરૂપે ઘોર અભિગ્રહ ધારણ કરે છે. એક નિયત સ્થાને ગામની ભાગોળે કાઉસ્સગ્ગ ધ્યાનમાં ઉભા રહે છે. ગામના લોકો તેનું હિંસાનું કૃત્ય જોઈને ખીજાયેલા છે. એટલે કાઉસ્સગ્ગમાં ઉભેલા તે મુનિને પત્થર-કાંકરા નાખીને તિરસ્કાર-પરાભવ કરવા દ્વારા ઘણા ઉપસર્ગો કરે છે. આ મુનિ બધા જ ઉપસર્ગો સમતાભાવે સહન કરે છે.
સમતાના પ્રભાવે છ મહિનામાં જ પરિણામની ધારાવિશુદ્ધ