________________
૧૦૮ દ્વિતીય પ્રસ્તાવ
યોગસાર બનવું. તેમના પ્રત્યે આદરભાવ વધારવો. તેમના ગુણોની પ્રશંસાસ્તુતિ કરવી. પ્રશંસા કરીને આપણી વાણીને ધન્ય બનાવવી. તેઓને ભાવથી નમસ્કાર કરવા દ્વારા કાયાને ધન્ય બનાવવી. ગુણવાન પુરુષોનાં સત્કૃત્યોની અનુમોદના કરવાથી આપણું પુણ્યાનુબંધી પુણ્ય વૃદ્ધિ પામે છે. અન્ય મહાત્મા પુરુષોનાં સત્કૃત્યોની અનુમોદના કરવી, તે સજ્જન પુરુષનું કર્તવ્ય છે. તેમના ગુણો દેખવાથી તેમના ઉપર અહોભાવ વધે છે. આપણા આત્માને પણ તેવો ગુણીયલ કરવાનું મન થાય છે. આ પ્રમોદભાવના.
સમાનની સાથે મૈત્રીભાવના, પરસ્પર દુ:ખ-સુખની વાર્તા કરવાથી અન્યને સહાયક થવાય છે તથા અન્યની સહાય મળી આવે છે. પરસ્પર પ્રેમ વધે છે, કડવાશ-વેરઝેર સ્પર્ધા આદિ દુર્ગુણો દૂર થાય છે. આ બીજી મૈત્રીભાવના.
દુઃખી જીવોને જોઈને તેનાં દુઃખો શક્ય હોય તે પ્રમાણે દૂર કરવાની ભાવના રાખવી. તેવા જીવો ઉપર કરૂણાભાવ લાવવો. કોમળ હૃદયે સહાયક થવા પ્રયત્ન કરવો, તે કરૂણાભાવના. પાંજરાપોળ-પક્ષીઓને ચણ નાખવા વિગેરેનાં સર્વ કાર્યો આ ભાવનાનું જ ફળ જાણવું. આ ત્રીજી કરુણાભાવના.
જે જીવો પાપમાં જ રચ્યા-પચ્યા છે, મત્સ્યોદ્યોગ, માંસાહાર, વ્યભિચાર, ચોરી કરવી, શિકાર કરવો, આવાં આવાં પાપો કરવામાં જ ટેવાયેલા છે, સમજવા જ તૈયાર નથી, આવા જીવો ઉપર આપણને તેનાં દુષ્કૃત્યો જાણીને સ્વાભાવિકપણે જ દ્રષ-અણગમો-નાખુશીભાવ, ગુસ્સો આવી જાય. કષાયના આવા દોષો આપણામાં પ્રગટ થઈ જાય તેનાથી તે પાપી જીવનું કંઈ ભલું થાય નહીં, કલ્યાણ થાય નહીં અને આપણું અવશ્ય બગડે. માટે જ મહાત્મા પુરુષો કહે છે