________________
યોગસાર દ્વિતીય પ્રસ્તાવ
૧૦૭ તેઓ ઉપર કરૂણા કરવી. તે બન્ને પ્રકારના જીવોના સાંસારિક દુઃખો અને મોહના દોષો કેમ ઓછા થાય તેની ઉત્તમ ભાવનાપૂર્વક વિચારણા કરવી તે કરૂણાભાવના જાણવી.
૧ આપણાથી ઉંચી કોટિના જીવો ઉપર પ્રમોદભાવના. ૨ આપણાથી સમાન કોટિના જીવો ઉપર મૈત્રીભાવના. ૩ આપણાથી નીચી કક્ષાના જીવો ઉપર કરૂણાભાવના અને ૪ અતિશય પાપી જીવો ઉપર માધ્યસ્થભાવના.
મહાપુરુષોએ શાસ્ત્રોમાં યથાસ્થાને આ ચાર ભાવનાઓ જણાવી છે. તે જ્યાં જે ભાવના જણાવી છે, ત્યાં તે જ ભાવના ભાવવી જોઈએ. ઉલટ-સૂલટ કરવું નહીં તથા અનાદિકાલીન મોહદશાની પરવશતાના કારણે આપણા જીવમાં આ ચારે સ્થાનોમાં બીજી પાપિષ્ટ ભાવનાઓ પ્રવર્તતી હોય છે. તેનો મૂળથી ત્યાગ કરવો તે આ પ્રમાણે -
૧ અધિક ગુણી ઉપર ઇષ્યભાવના ૨ સમાન ગુણી ઉપર સ્પર્ધાની ભાવના ૩ હીન ગુણી ઉપર તિરસ્કારની ભાવના ૪ પાપી જીવો ઉપર નિંદાની ભાવના
આ ચારે ખોટી ભાવનાઓ છે. મોહના ઉદયને આધીન એવો આ જીવ આવા પ્રકારની ખોટી સંસારવર્ધક ભાવનાઓથી બચે તેવો પ્રયત્ન કરવો. અર્થાત આ ચારે ભાવનાઓ જીવનમાંથી ત્યજી દેવી.
ગુણવાન મહાત્માઓનો વધારે ને વધારે સમાગમ કરવો. તેમનામાં રહેલા ઉત્તમ ગુણોને દેખીને તેમના ઉપર અહોભાવવાળા