________________
૧૦૬
દ્વિતીય પ્રસ્તાવ
યોગસાર
જોડવો. પરસ્પર ધર્મસ્નેહ કરીને પરસ્પર ઉપકાર કરવાનો ભાવ રાખવો તે મૈત્રીભાવના.
=
(૨) પ્રમોદભાવના – ગુણવાન જીવોના ગુણો જાણીને અથવા સાંભળીને અથવા પ્રત્યક્ષ જોઈને ઘણો જ હર્ષ પામવો. આનંદિત થવું, તેમના પ્રત્યે અહોભાવની ધ્વનિ નીકળવી. તીર્થંકર પરમાત્મા આદિ પાંચે પરમેષ્ઠિના ગુણો જાણી-સાંભળી તેમના પ્રત્યે ઘણો આદરભાવ ક૨વો, તેમના ગુણો ગાવા, ગુણી પુરુષોના ગુણો જાણીને આનંદિત થવું.
તથા શ્રાવક-શ્રાવિકામાં અને અવિરત સમ્યગ્દષ્ટિમાં તથા માર્ગાનુસારી જીવોમાં જે જે અણુવ્રતાદિ ગુણો દેખાય. સાધક જીવોમાં આત્મસાધનાના જે જે પ્રકારો જણાય-સંભળાય, તે જોઈ જોઈને અતિશય રાજી થવું, આનંદિત થવું, તેઓને અભિનંદન આપવા અને “આવા આવા ઉત્તમ ગુણો મારામાં પણ ક્યારે આવે” આવી ઉમદા ભાવના રાખવા પૂર્વક સર્વે પણ ગુણવાન જીવો પ્રત્યે અહોભાવ રાખીને તેઓની સેવા-વૈયાવચ્ચ કરવી તે પ્રમોદભાવના.
(૩) ઉપેક્ષાભાવના-માધ્યસ્થભાવના - રાગ-દ્વેષ-હિંસા આદિ દોષોથી ભરેલા જીવોને જોઈને ક્યારેય તેઓની નિંદા-ટીકા કે કુથલી ન કરવી, પણ માધ્યસ્થભાવ રાખવો. બિચારા તે જીવો કેવા મોહને આધીન છે કે જેઓ આવા મોટા દોષો સેવે છે. જેમ કે માંસાહારી જીવો, પારધી, શિકારી, પરસ્ત્રી લંપટ, આવા જીવો કે જેઓને આપણે કંઈ કહી શકીએ તેમ પણ નથી અને તેઓ આપણું કંઈ માને કે સાંભળે એમ પણ નથી. તેવા જીવોને જોઈ; તેઓ ઉપર દ્વેષભાવ ન કરતાં માધ્યસ્થભાવ રાખવો તે ઉપેક્ષાભાવના.
(૪) કરૂણાભાવના – શારીરિક અને માનસિક દુઃખોથી પીડાતા જીવોના દુઃખો જોઈને તેઓનાં દુઃખો દૂર કરવાની ભાવનાપૂર્વક