________________
યોગસાર દ્વિતીય પ્રસ્તાવ
૧૦૫ આ ચાર ભાવનાઓ માનવ જીવનમાં વણાઈ જવી જોઈએ. કષાયોને દૂર કરવામાં આ ચાર ભાવનાઓ મહત્તમ સાધન છે. મનમાં ઉત્પન્ન થતા ક્રોધ-અભિમાન-કપટવૃત્તિ-ઇર્ષ્યા-દાઝ વિગેરે દુષ્ટ ભાવોનું ઉમૂલન કરવા માટે તે કષાયોની જ પ્રતિપક્ષી એવી મૈત્રીપ્રમોદ-કરૂણા અને માધ્યસ્થ એવી આ ચાર ભાવનાઓ હૃદયમાં ઉતારવી અત્યંત આવશ્યક છે.
આ સંસારમાં કેટલાક મહાત્માઓ આપણાથી ઉંચા દરજ્જાવાળા (ઉંચા ગુણસ્થાનકમાં બિરાજમાનો હોય છે. તેમને દેખીને પ્રમોદ ભાવના ભાવવી, કેટલાક જીવો આપણા સમાન દરજ્જાના હોય છે, તેને જોઈને મૈત્રીભાવના ભાવવી અને કેટલાક જીવો આપણાથી હીન ગુણવાળા (નીચા દરજજાના) હોય છે. તેને જોઈને કરૂણાભાવના ભાવવી તથા કેટલાક જીવો જન્મથી જ પાપી-શિકારીમાંસાહારી અથવા દુષ્ટ વ્યસનોવાળા હોય છે, જેને આપણે સુધારી પણ શકતા નથી અને સમજાવી પણ શકતા નથી. તેવા જીવો ઉપર માધ્યસ્થ ભાવના ભાવવી એમ કરવામાં જ આપણા આત્માનું કલ્યાણ થાય છે. એટલા માટે જ મહત્મા પુરુષોએ આ ચાર ભાવના બતાવી
(૧) મૈત્રીભાવના - સર્વે પણ જીવોનું હિત કરવું અથવા હિતકલ્યાણ થાય એવી ભાવના રાખવી. સર્વે લોકો પોતાના હિતની જેમ પરહિતમાં પણ જોડાય એવી ઇચ્છા રાખવી. સર્વના રાગાદિ દોષો નાશ પામે, સર્વે પણ જીવો સુખી થાય, કોઈ અલ્પમાત્રાએ પણ દુ:ખ ન પામે, આવા પ્રકારની ભાવના ભાવવી તે મૈત્રીભાવના.
અથવા પોતાની સમાન દરજ્જાવાળા જીવો સાથે બેઠક ઉઠક કરવી, તેના હિતમાં આપણે જોડાવું અને આપણા હિતમાં તેને