SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ યોગસાર દ્વિતીય પ્રસ્તાવ ૧૦૯ કે આવા સ્થાને મધ્યસ્થ રહેવું. તેવા જીવોની હૃદયમાં દયા ચિંતવવી. આ માધ્યસ્થભાવના જાણવી. ।।૫।। मैत्री निखिलसत्त्वेषु, प्रमोदो गुणशालिषु । माध्यस्थ्यमविनेयेषु, करुणा दुःखदेहिषु ॥६॥ धर्मकल्पद्रुमस्यैता, मूलं मैत्र्यादिभावनाः । यैर्न ज्ञाता न चाभ्यस्ता, स तेषामतिदुर्लभः ॥७॥ ગાથાર્થ - સર્વ જીવો ઉપર મૈત્રીભાવના, ગુણવાન જીવો પ્રત્યે પ્રમોદભાવના, અવિનીત (પાપી) જીવો ઉપર માધ્યસ્થભાવના અને દુઃખી પ્રાણીઓ ઉપર કરૂણાભાવના જાણવી. ॥૬॥ આ મૈત્રી આદિ ભાવનાઓ ધર્મરૂપી કલ્પવૃક્ષનું મૂળ છે, એમ જાણવું. જે જીવો વડે આ ચાર ભાવનાઓ જણાઈ જ નથી અથવા આ ચાર ભાવનાનો અભ્યાસ કરાયો નથી (જીવનમાં ઉતારાઇ નથી) તેઓને ફરીથી તે ધર્મ (પ્રાપ્ત થવો) અતિશય દુર્લભતર બને છે. IIIા વિવેચન મૈત્રી-પ્રમોદ-કરૂણા અને માધ્યસ્થ્ય - આ ચારે ભાવનાઓના અર્થ ગ્રંથકારશ્રી પોતે જ સમજાવે છે. - (૧) મૈત્રીભાવના - સર્વે પણ જીવો ઉપર મિત્રતા કરવી અર્થાત્ નાનાથી મોટા-એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના તમામ જીવો ઉપર મૈત્રી કરવી. સર્વે પણ જીવોનું કલ્યાણ-હિત કેમ થાય તેવા વિચારો કરવા. તે મૈત્રીભાવના કહેવાય છે. વંદિત્તા સૂત્રમાં જ કહ્યું છે કે “મિત્તી મે સવ્વ ભૂસું' મારે સર્વ જીવો ઉપર મૈત્રી છે. “વેર મળ્યું ન ળ'' મારે કોઈની પણ સાથે વૈર નથી. સંસારવર્તી સર્વ જીવો ઉપર મારે મૈત્રીભાવ છે, પણ કોઈપણ જીવ ઉપર વૈરભાવ-વૈમન્ય-મનદુઃખ કે અણગમો નથી.
SR No.009201
Book TitleYogsaar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherDhirajlal D Mehta
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size81 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy