________________
૧૫૪ દ્વિતીય પ્રસ્તાવ
યોગસાર પ્રકારના સંકલ્પ-વિકલ્પો મનમાં ઉત્પન્ન થાય છે. શાસ્ત્રીય સમ્યજ્ઞાન દ્વારા અને વીતરાગભગવંતોનાં ભાખેલાં વૈરાગ્યવાહી શાસ્ત્રોના અભ્યાસ દ્વારા મોહના આવા પ્રકારના વિકલ્પોનો નાશ થઈ શકે છે.” માટે તે મોહનો નાશ કરવા માટે વધારે પ્રયત્ન કરવો, કહ્યું
अहं ममेति मन्त्रोऽयं, मोहस्य जगदान्ध्यकृत् । अयमेव हि नपूर्वो, प्रतिमन्त्री हि मोहजित् ॥
હું અને મારૂં” આ જગતને આંધળું કરનારો મોહરાજાનો મુખ્ય મંત્ર છે, પરંતુ આ જ મંત્રને જો નન્ પૂર્વક કરવામાં આવે એટલે કે ના ન મમ આવા પ્રકારનો આ જ મંત્ર મોહને જીતનારો પ્રતિમંત્ર થાય છે અને આ પ્રતિમંત્ર જ મોહનો નાશ કરીને ભવભ્રમણા અને જન્મમરણની પરંપરાનો નાશ કરનારો બને છે.
આ દેખાતો સંસાર, શરીર, ધન, પરિવાર ઇત્યાદિ આપણા પુણ્ય અને પાપના ઉદયથી મળેલ છે અને પુણ્ય-પાપનો ઉદય સમાપ્ત થતાં બધું જ જવાવાળું છે. છેવટે તેને છોડીને આપણે જવાનું છે. આમ વૃક્ષ ઉપર ભેગાં થયેલાં પક્ષીઓના મેળા તુલ્ય છે. સંયોગ સંબંધથી ભેગા થયેલા છે અને અવશ્ય છૂટા પડવાના જ છે. “હું તો શુદ્ધ આત્મા છું અસંખ્ય પ્રદેશવાળો ચૈતન્ય ગુણમય આત્મા છું, સંપૂર્ણ જ્ઞાન-દર્શન-ચારિત્ર અને અનંત વીર્યવાળો હું છું. શુદ્ધ એવી ચેતના નામના ગુણ સાથે મારે અવિષ્યભાવ (અભેદભાવ) નામનો સંબંધ છે, તે ચેતના મારાથી ક્યારેય છૂટી પડી નથી અને હું ક્યારે ય તે ચેતનાથી છૂટો પડવાનો નથી.”
આ ચેતના વિના બાકીનાં શરીર, ઘર, ધન, કુટુંબ, મકાન અને જમીન વિગેરે સઘળી પણ વસ્તુઓ મારી નથી. હું એકલો જ