________________
યોગસાર
દ્વિતીય પ્રસ્તાવ
૧૫૩
આ મન અતિશય ચંચળ છે, વળી સર્પાદિની જેમ ભાગાભાગ કરનારૂં છે. વળી હંમેશા મોહાધીનતાના કારણે વધારે પડતું તો ઉન્માર્ગે જ ચાલનારૂં છે. મન ઉપર પ્રભુત્વ મેળવવું ઘણું કઠીન છે, તો પણ તેના ઉપાયો જૈનશાસનમાં આ પ્રમાણે જણાવ્યા છે.
(૧) અનિત્ય-અશરણ આદિ ૧૨ ભાવનાઓ સદા ભાવવી
(૨) સત્પુરુષોના સંપર્કમાં અને સહવાસમાં જ રહેવું
(૩) ઉત્તમ એવા ધર્મની આચરણામય જીવન બનાવવું (૪) સત્પુરુષોનાં વ્યાખ્યાન સાંભળવામાં અને વૈયાવચ્ચમાં જોડાવું (૫) ઉત્તમ જ્ઞાની પુરુષો પાસે અધ્યયન કરવામાં લયલીન બનવું (૬) વિજાતીય પાત્રોથી અને અર્થ-કામ પોષક વાતાવરણથી શક્ય બને તેટલા દૂર જ રહેવું
(૭) પોતાના શરીરને પણ શક્ય બને તેટલું ભોગાસક્તિથી દૂર રાખવું
આવા પ્રકારના ઉપાયોમાં જોડાવાથી મન ઉપર કાબૂ આવે છે. રાગાદિના પ્રસંગો આવે ત્યારે મન હર્ષઘેલું ન બની જાય અને દ્વેષાદિના પ્રસંગો આવે ત્યારે ખેદભાવવાળું અને નિરાશાભાવવાળું ન બની જાય, તે માટે જ્ઞાની પુરુષોના ઉપદેશને વારંવાર સતત સ્મરણમાં રાખીને સદાને માટે માધ્યસ્થભાવ કેળવવાનો અભ્યાસ પાડવો જોઈએ.
મોહાધીન જીવોનો આવો મંત્ર હોય છે કે “આ મારૂં જે શરીર છે, તે જ હું છું અને ધન-સ્વજનાદિ એ જ મારાં છે. આવા પ્રકારની અહંકારની અને મમકારની ભાવનામાંથી “હું” એવો અહંકાર અને “મારાપણારૂપ' મમકારની ભાવનામાંથી જ અનેક