________________
૧૩૨
દ્વિતીય પ્રસ્તાવ
યોગસાર
નવાં કે ભભકાદાર વસ્ત્રો પહેરાતાં નથી. તેનો અર્થ એ થયો કે વસ્ત્ર વિનાનું શરીર પણ વિકારીભાવમાં જાય છે અને રંગ-બેરંગી એમ વિશિષ્ટ વસ્ત્રોવાળું શરીર પણ વિકારીભાવમાં જાય છે. તે બન્નેથી આ જીવને બચાવવા માત્ર સફેદ જ, કે જે વસ્ત્રોની સફેદાઈ ઘસાયેલી હોય તેવાં જ વસ્રો મુનિ મહારાજ પહેરે છે. કેવળ શરીરના આચ્છાદન પૂરતાં જ, જેની સફેદાઈ કંઈક ઘસાયેલી છે, તેવાં જ વસ્ત્રો શરીર ઢાંકવા પૂરતાં જ પહેરે છે. મોહની વૃદ્ધિ માટે નહીં.
જ્ઞાની પુરુષોએ મનને કબજે રાખવા નગ્નતાથી અને વિશિષ્ટ વસ્ત્રોથી પર એવો આ મધ્યમ માર્ગ જણાવેલો છે. નગ્નતા એ વિકારીભાવનું કારણ છે અને રંગ-બેરંગી વિશિષ્ટ વસ્ત્રો રાગભાવનું કારણ છે. તે માટે શ્વેત વસ્ત્રોનું વિધાન છે. હવે જો મન વિકારી જ રહેતું હોય, જીવ તેને જીતવા પ્રયત્ન ન જ કરતો હોય તો આવાં વસ્ત્રો પહેરવાથી પણ શું લાભ ? અને મન જો, મોહદશામાં જ મસ્ત હોય તો નગ્નતા રાખવાથી કે શ્વેત વસ્ત્રથી કે રંગીન વસ્ત્રો પહેરવાથી પણ શું લાભ ?
બાવીશ તીર્થંકર પરમાત્માના સાધુઓ ઋજુ અને પ્રાજ્ઞ હોવાથી રંગીન વસ્ત્ર પહેરતા હતા, જિનકલ્પાદિ આચરનારા મુનિઓ નગ્નતા ધારણ કરતા હતા અને વર્તમાનકાલીન મુનિ પુરુષો મધ્યમ શ્વેતતાવાળાં શ્વેત વસ્ત્રો પહેરે છે. તે પણ આખા શરીરને ઢાંકનારાં અને શરીરની શોભા કરનારાં નહીં, શોભા વધે તેમ નહીં. પરંતુ ગુપ્ત અંગોને જ માત્ર ઢાંકનારાં, આ ત્રણે માર્ગો વિકારોને રોકવા અને મનને જીતવા માટે તે તે કાળે તે તે જીવોને યોગ્ય ઉપકારી માર્ગો છે અને તે માર્ગો ભગવંતે જણાવ્યા છે. પરંતુ મન જો વિકારોમાં જ રમતું હોય, અન્યના ગુપ્ત અંગો ઉપર જ દૃષ્ટિ પડતી હોય, તો મન વધારે વિકારી બનવાથી જીવની પડતી જ થાય. પછી