________________
યોગસાર દ્વિતીય પ્રસ્તાવ
૧૩૧ किं नाग्न्येन सितै रक्तैः, किं पटैः किं जटाभरैः । किं मुण्डमुण्डनेनापि, साम्यं सर्वत्र नो यदि ॥२१॥ किं व्रतैः किं व्रताचारैः, किं तपोभिर्जपैश्च किम् ? किं ध्यानैः किं ध्येयैर्न चित्तं यदि भास्वरम् ॥२२॥
ગાથાર્થ – આ માનવ જીવનમાં જો સમભાવદશા ન આવી હોય અને ચિત્તશુદ્ધિ દેદીપ્યમાન ન બની હોય (અર્થાત મન મેલુઘેલમોહમય જો હોય) તો નગ્નતા-શ્વેતવસ્ત્ર કે રક્ત વસ્ત્રમાત્ર પહેરવાથી આ જીવને શું લાભ થાય ? જટા વધારવાથી કે મુંડન કરાવાથી પણ શું લાભ થાય ? તથા અહિંસા આદિ વ્રતોથી કે વ્રતોના આચાર પાલનથી પણ શું લાભ થાય ? તથા વિવિધ તપ કરવાથી અને વિવિધ જાપ કરવાથી પણ શું લાભ થાય ? તથા વિવિધ પ્રકારનાં ધ્યાન કરવાથી અને વિવિધ ધ્યેયના આલંબનોથી પણ આ જીવને શું લાભ થાય ? સારાંશ કે ચિત્તશુદ્ધિ કર્યા વિના સર્વ પ્રકારનું ધર્માચરણ એકડા વિનાના મીંડા તુલ્ય છે. ૨૧-૨૨ા.
વિવેચન - સંયમી જીવનમાં વસ્ત્રાદિ જે પહેરવામાં આવે છે, તે મોહની પુષ્ટિ માટે નથી, પરંતુ સંયમી જીવનની રક્ષા માટે - ઉપકાર માટે છે. વસ્ત્ર રહિત દશા જીવને વિકારના માર્ગે લઈ જાય છે. અર્ધનગ્ન દશા પણ જો વિકારી ભાવમાં લઈ જાય છે, તો પછી વસ્ત્ર રહિત દશા તો આ જીવને વધારે જ વિકારીભાવમાં લઈ જાય. તે માટે વિકારીભાવોને રોકવા માટે જ સંયમી જીવનમાં વસ્ત્ર ધારણ કરાય છે.
હવે ધારણ કરાતાં વસ્ત્રો ઉપર મોહ ન થાય તે માટે રંગીન વસ્ત્રો પહેરાતાં નથી. માત્ર સફેદ જ, અને તે પણ વપરાયેલાં જ, અતિશય