________________
યોગસાર
દ્વિતીય પ્રસ્તાવ
નગ્નતા હોય કે શ્વેત વસ્ત્રધારીપણું હોય કે રંગીન વસ્ત્રધારીપણું હોય, પણ બધું જ નિરર્થક છે. તે ત્રણે અવસ્થા તો મનને જીતવાના સાધનરૂપ છે. જો મનને નિર્વિકારી બનાવવા રૂપ સાધ્ય સિદ્ધ ન થાય તો આ ત્રણે આલંબનો (નગ્નતા-શ્વેત વસ્ત્રધારિત્વ અને રંગીન વસ્ત્રધારિત્વ) ખરેખર નિરર્થક છે. તે તે અવસ્થા દ્વારા મનને નિર્વિકારી માર્ગે લાવવું જોઈએ. મનને નિર્વિકારી બનાવવા અને નિર્વિકારી રાખવા તે તે કાળે ઉપકાર કરે એવા ત્રણે માર્ગો જૈનદર્શનમાં તીર્થંકર ભગવંતોએ જ બતાવેલા છે. અને અતિશય કામના છે. જીવોની ભૂમિકા જોઈને જ આ ત્રણ માર્ગો જણાવ્યા છે.
૧૩૩
લોચાદિ પણ શરીર ઉપરની મમતાના ત્યાગ માટે જ છે. ધ્યાનનું વિધાન પણ ચિત્તની અસ્થિરતા નિવારવા માટે જ છે. આ રીતે પરમાત્માએ ફરમાવેલાં સઘળાં પણ અનુષ્ઠાનો મનને નિર્વિકારી બનાવવાના હેતુભૂત છે. હવે જો ચિત્ત વિકારોમાં જ ભટકતું રહે અને મોહધેલું જ રહે તો પછી આ અનુષ્ઠાનો કર્મોની નિર્જરામાં કારણ બનતાં નથી. કર્મબંધનું કારણ બને છે, જ્યારે મન મોહઘેલું હોય અને વિકારી હોય ત્યારે લોચાદિ હોય કે ધ્યાનાદિ હોય પણ જીવનો કંઈ ઉપકાર થતો નથી. સમભાવદશા રૂપ આત્મગુણ પ્રગટ્યા વિના ઉપરોક્ત સર્વ અનુષ્ઠાનો કર્મનિર્જરાના કારણ બનતાં નથી. માટે વ્રતો-મહાવ્રતો કે જ્ઞાનાચારાદિ પંચવિધ આચારોનું પાલન વિગેરે સર્વે પણ ધર્માનુષ્ઠાનો સમતાભાવપૂર્વક કરવાં જોઈએ અને સમતાભાવપૂર્વક જો કરાતાં હોય તો જ આત્માની ઉન્નતિનું કારણ બને છે.
પરમાત્માએ શાસ્ત્રોમાં જણાવેલાં અનશનાદિ બાહ્યતપ અને પ્રાયશ્ચિત્ત આદિ અત્યંતર તપ તથા મંત્રજાપ, ભિન્ન ભિન્ન પ્રકારનું ધ્યાન, વીતરાગ પરમાત્મા સ્વરૂપ ધ્યેય, તત્ત્વનું આલંબન લેવું વિગેરે અનુષ્ઠાનો ચિત્તની સ્વસ્થતા, ચિત્તની નિર્મળતા અને ચિત્તમાં