________________
૨૮૬
પંચમ પ્રસ્તાવ
યોગસાર
ચારિત્રનું પાલન તથા ધર્મ અનુષ્ઠાનોનું આનંદપૂર્વક પૂરેપૂરા અહોભાવથી આચરણ કરે છે.
જૂનાં બાંધેલા કર્મોની નિર્જરા કરવા માટે તથા નવાં કર્મોના આગમનને રોકવા માટે તપધર્મનું આસેવન અને સંયમધર્મનું પાલન એ જ શ્રેષ્ઠ ઉપાય છે. જો કે તપના અને સંયમના આસેવનમાં શારીરિક થોડુંક કષ્ટ થાય છે, તો પણ આ આત્માને તે કષ્ટ કર્મક્ષયનું કારણ હોવાથી અત્યંત હિતકારી લાગે છે. તેથી તે તપને અને ચારિત્રને આચરતા મુનિ સુખભાવવાળા (આનંદિત-પ્રમોદિત) જ જણાય છે.
આ જીવે નરક અને તિર્યંચગતિના ભવોમાં આર્તધ્યાન અને રૌદ્રધ્યાનપૂર્વક તીવ્ર પીડાઓ અને અનંત જન્મમરણનાં દુઃખો અનુભવ્યાં છે. તે દુ:ખોમાંથી મુક્ત બનાવનાર જો કોઈ હોય તો શાસ્ત્રવિહિત અહિંસા, સંયમ અને તપનું આચરણ કરવારૂપ ધર્મ જ આદરણીય છે. આવું જાણીને અહિંસા સંયમ અને તપની આરાધના કરતા એવા સાધુ શક્ય બની શકે તેટલા એકાંતવાસ અને મૌન વ્રત પાળવા વડે ચિત્તને અતિશય સ્થિર બનાવીને સ્વાભાવિક સમાધિમાં જ મગ્ન બને છે. ધન્ય છે આવા મહાત્મા પુરુષોને. IIII
मुनिना मसृणं शान्तं प्राञ्जलं मधुरं मृदु ।
"
वदता तापलेशोऽपि, त्याज्यः स्वस्य परस्य च ॥८॥
ગાથાર્થ – મુનિએ કોમળ-શાંત-સરળ-મધુર અને સ્નેહાળ વચનો જ બોલવાં જોઈએ. જે બોલતા એવા મુનિ સ્વને અને પરને એમ બન્નેને લેશમાત્ર પણ સંતાપ ન થાય. (પણ આનંદ જ ઉત્પન્ન થાય) તેવાં જ વચનો સાધકઆત્માએ બોલવાં જોઈએ. ॥૮॥
વિવેચન – સર્વથા વચનો ન બોલવાં અને મૌન રાખવું, તે