________________
૨૮૫
યોગસાર
પંચમ પ્રસ્તાવ જ મનોગુપ્તિ-વચનગુપ્તિ અને કાયમુર્તિનું યથાર્થ પાલન કરે છે. જીવનમાં શક્ય બને તેટલા વધારે પ્રમાણમાં ગુણો જ વસાવે છે. દોષોને તો જરા પણ સ્થાન આપતો નથી.
અષ્ટપ્રવચનમાતાના યથાર્થ પાલનથી આત્મસ્વભાવમાં ધીરતા અને લીનતા આવે છે. બહારના વ્યવહાર ચારિત્રની શુદ્ધિથી અંતરંગ ભાવચારિત્રમાં પણ ઘણી નિર્મળતા પ્રાપ્ત થાય છે. આ રીતે આત્મા પોતાના જીવનને બહારથી અને અત્યંતરથી પવિત્ર બનાવતો બનાવતો કર્મોનો ક્ષય કરવાને ભાગ્યશાળી બને છે. દા. दिनातिवाहिकां कष्टां दृष्ट्वा बन्धादि दुःखिनाम् । रुद्धमेकान्तमौनाभ्यां, तपंश्चित्तं स्थिरीकुरु ॥७॥
ગાથાર્થ – હે જીવ! જેલમાં પૂરાયેલા જીવોની મહાકષ્ટપૂર્વક દિવસો પસાર કરવાની કિલામણાવાળી દશાને જોઈને, એકાંત વસવાટ કરવા વડે અને મૌન ધારણ કરવા વડે મનનો નિરોધ કરીને તપનું આસેવન કરતો તું તારા મનને આત્મસ્વભાવમાં સ્થિર બનાવી દે. શા
વિવેચન - પૂર્વે કરેલા કર્મોથી આ જીવને કેવાં કેવાં દુઃખો પડે છે, તેનું સ્મરણ કરાવવા ગ્રંથકારશ્રી એક ઉદાહરણ ટાંકે છે. કહે છે કે આ સંસારમાં જેલખાનામાં પૂરાયેલા કેદીઓ તથા ગરીબો-દુ:ખી, વાતપિત્ત અને કફના રોગવાળા જીવો કેવા કેવા દુ:ખી હોય છે. આવા જીવોથી ભરેલી હોસ્પિટલમાં એક દિવસ ધ્યાનપૂર્વક આંટો મારીએ તો સમજાય કે કેટલા કેટલા જીવો કેવી કેવી રીતે દુ:ખી છે? જેઓ પોતાનો જીવન નિર્વાહ પણ અતિશય દુ:ખપૂર્વક કરે છે, તે કારણે તેઓને એક દિવસ પણ એક વર્ષ જેવો લાગે છે.
આવા પ્રકારની દુ:ખદાયી સંસારની અવસ્થા છે. આમ સમજીને જ મુનિ મહાત્માઓ સંસારથી વૈરાગી થયા છતા તીવ્ર તપ અને ઉત્તમ