________________
૨૮૪ પંચમ પ્રસ્તાવ
યોગસાર મનને ખોટા વિચારોનો અવકાશ ન મળી જાય, તેટલા માટે નિરંતર પરમાત્માના ગુણોનું ચિંતન-મનન કરતો તેમાં જ પરોવાઈ જાય છે તથા સમય મળે ત્યારે જીવ-અજીવ આદિ નવ તત્ત્વોનું ચિંતન મનન કરે છે અને મૈત્રી આદિ બારે ભાવનાઓમાં તથા શાસ્ત્રોના અભ્યાસમાં મન પરોવી નાખે છે. તેથી મન ખોટા વિચારોમાં ક્યાંય અટવાય નહીં, તેનું સતત ધ્યાન રાખે છે. આ રીતે મન ઉપર કન્ટ્રોલ કરે છે. મનને જીતવું ઘણું જ કઠીન છે છતાં ઉપરોક્ત ઉપાયોથી તે મન જીતાય છે.
તથા હિતકારી પરિમિત-મધુર અને સત્ય વચનો બોલવા પૂર્વક વાણીને પણ પવિત્ર બનાવે છે. વાણીમાં પણ કોઈ દોષ ન લાગી જાય તેની સાવધાની રાખે છે. પરોપકાર થાય તેવાં જ વચનોનું ઉચ્ચારણ કરે છે. જીવો પાપોમાં વધારે જોડાય તેવાં અવિરતિભાવવાળાં વચનો બોલવાનો વિચાર પણ કરતો નથી. હિતકારી પરિમિત અને પ્રિય વચનો જ આ જીવ બોલે છે.
તથા કાયાની ચપળતા દૂર કરવા માટે મુખ્યત્વે કાયોત્સર્ગ કરે છે તથા સત્તર પ્રકારે સંયમનું સેવન કરે છે. વળી ઉઠતાં, બેસતાં અને ચાલતાં શક્ય બને તેટલી વધારે જયણા પાળે છે. જીવોની હિંસા ન થઈ જાય તે રીતે કાયાને કામમાં પ્રયુંજે છે.
તથા અનશન-ઉણોદરી-વૃત્તિસંક્ષેપ ઇત્યાદિ બાહ્ય તપ યથાશક્તિ આચરે છે. તપધર્મના ભેદ-પ્રભેદોનું યથાશક્તિ આચરણ કરે છે. જેનાથી વિકારો સવિશેષ જિતાય છે. આમ પંચાચારનું બહુ જ સુંદર રીતે પાલન કરવા દ્વારા કાયાની ચપળતાને (ચંચળતાને) દૂર કરે છે.
ઉપાશ્રય આદિ સ્થાનોમાં ગમનાગમન કરતાં અષ્ટપ્રવચનમાતાનું બહુ જ સાવધાનીપૂર્વક પાલન કરે છે. મન-વચન અને કાયાનો જરા પણ દુરુપયોગ ન થઈ જાય, તેની પૂરેપૂરી કાળજી રાખે છે. એટલા માટે