________________
યોગસાર
પંચમ પ્રસ્તાવ
૨૮૩
આ જીવમાં જ્યાં સુધી રાગાદિ દોષો સર્વથા નાશ પામ્યા નથી, એટલે કે ક્ષાયિકભાવના ગુણો પ્રગટ થયા નથી, ત્યાં સુધી ક્ષાયોપશમિક ભાવના ગુણો જ્ઞાન-દર્શનાદિ તથા ક્ષમા-નમ્રતા-સરળતા અને સંતોષ આદિ ગુણો જ વસાવવા કે જે ઘણા જ ઉપકારક છે. માટે તે ધર્મોનો ક્યારે પણ ત્યાગ ન કરવો પરંતુ તે ગુણોનો સંગ્રહ કરવો તથા તેનું અભિમાન પણ ક્યારેય ન કરવું. આ રીતે આત્માને વધારે ને વધારે સુકોમળ અને વિનમ્ર બનાવવો. ।।
निरुन्ध्यात् चित्तदुर्ध्यानं, निरुन्ध्यादयतं वचः । निरुन्ध्यात् कायचापल्यं, तत्त्वतल्लीनमानस: ॥ ६ ॥
ગાથાર્થ - આત્મતત્ત્વમાં અતિશય લીન મનવાળા યોગીએ મનમાં થતા દુર્ધ્યાનનો નિરોધ કરવો જોઈએ અને અવિરતિભાવવાળા વચનોનો પણ નિરોધ કરવો જોઈએ તથા કાયાની ચપળતાનો (ચંચળતાનો) પણ ત્યાગ કરવો જોઈએ. ॥૬॥
વિવેચન – જ્યારે આ જીવ ઉંચી દશામાં આવવાની ભાવનાવાલો બને છે, ત્યારે તે જીવે મનને દુર્ધ્યાનથી રોકવું જોઈએ અને વચનને અવિરતિભાવથી રોકવું જોઈએ તથા કાયાને ચપળતા અને ચંચળતા દોષથી રોકવી જોઈએ. કારણ કે તો જ આ જીવ પોતાના શુદ્ધ સ્વરૂપને
પામી શકે અને પરમ આનંદનો ભોક્તા બની શકે.
પરમાત્માનું ધ્યાન કરનારો આત્મા પરમાત્માની સાથે એકાકાર થઈને આત્મસ્વભાવના આનંદમાં મગ્ન બનીને આ યોગી મન-વચન અને કાયાની અશુભ પ્રવૃત્તિઓના નિરોધનો સતત અભ્યાસ કરે છે અને તેવો પ્રયત્ન કરે છે. ચિત્તમાં આર્તધ્યાન અને રૌદ્રધ્યાન અલ્પમાત્રાએ પણ આવી ન જાય, તેની પૂરેપૂરી કાળજી રાખે છે. આટલા માટે જ