________________
દ્વિતીય પ્રસ્તાવ
૧૨૭
વિશેષાર્થ – આ સંસારમાં સંસારી લોકો દહીંમાં રહેલું માખણ પ્રાપ્ત કરવા માટે દહીંનું મંથન (દહીંનું વલોણું) કરે છે. તેવી જ રીતે સમાધિદશા રૂપ ઉત્તમ તત્ત્વ મેળવવા માટે યોગી પુરુષો યમ-નિયમાદિ યોગનાં અંગોનો નિરંતર અભ્યાસ કરવારૂપે આત્મદશાનું પણ વલોણું કરે છે.
યોગસાર
સમાધિદશા પ્રાપ્ત થતાં આ આત્મા પોતાના સાચા ગુણો પ્રગટ થતાં ગુણપ્રાપ્તિ સ્વરૂપ પોતાનું સાચું સુખ અનુભવે છે અને તે અનુભવ દ્વારા પરમ તૃપ્તિને પામે છે. જ્ઞાનસારાષ્ટકમાં કહ્યું છે કે -
“સમ્યજ્ઞાન રૂપી અમૃતરસનું પાન કરીને, સમ્યક્ ક્રિયારૂપી કલ્પવૃક્ષોનાં ફળો ચાખીને સમતાભાવ રૂપી તાંબુલનો આસ્વાદ કરીને મુનિ મહાત્માઓ પરમતૃપ્તિ અનુભવે છે.”
આત્માને આત્મસ્વરૂપ પ્રગટ થતાં થતી જે આત્મતૃપ્તિ છે. એ આત્મતૃપ્તિ આત્મતત્ત્વની અનુભૂતિરૂપ છે. આત્મતત્ત્વનો યથાર્થ અનુભવ થાય છે. સમ્યજ્ઞાન, સમ્યક્ ક્રિયા અને સમતાભાવ - આ ત્રણેની એકાકારતા અનુભવાય છે. જ્ઞાન, ક્રિયા અને સામ્ય - આ ત્રણ આત્મતૃપ્તિનાં મુખ્ય ઉપાયો છે. આપણા જીવે સામ્યયોગસમતાભાવ સાધવાનો છે. તેથી તેના આ સર્વ ઉપાયોમાં નિરંતરપણે સાવધાની-પૂર્વક પ્રયત્ન કરવો જોઈએ. ॥૧૮॥ अद्य कल्पेऽपि कैवल्यं, साम्येनानेन नान्यथा । प्रमादः क्षणमप्यत्र ततः कर्तुमसाम्प्रतम् ॥१९॥
ગાથાર્થ - આજે અથવા કાલે (આ જન્મમાં કે જન્માંતરમાં) પણ સમતાયોગથી જ કેવલજ્ઞાન પ્રાપ્ત થાય છે. અન્યથા કેવલજ્ઞાન પ્રગટ થતું નથી. તેથી આવી સમતાદશાને પ્રાપ્ત કરવા માટે એક ક્ષણ માત્ર પણ પ્રમાદ કરવો તે અસાંપ્રત (અનુચિત) છે. ।૧૯।