________________
૧૨૬ દ્વિતીય પ્રસ્તાવ
યોગસાર એકાકાર થવાનું હોય છે. આમ યોગના અંગોનું સતત સેવન કરવાથી તેના અભ્યાસ વડે આઠમા યોગના અંગરૂપ સમાધિ અંગની સિદ્ધિ થાય છે.
અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ પાંચ યમ કહેવાય છે. તે સાધુને મહાવ્રત રૂપે હોય છે અને શ્રાવક-શ્રાવિકાને અણુવ્રત રૂપે હોય છે તથા મનને વધારે પવિત્ર બનાવવા માટે શૌચ, સંતોષ, સ્વાધ્યાય, તપ અને ઈશ્વર ધ્યાન આ પાંચ નિયમો છે.
આ સઘળા ઉપાયોથી જીવન પવિત્ર અને સદાચારમય બને છે. મન-વચન અને કાયાની શુદ્ધિ થાય છે તથા પદ્માસન આદિ આસનો દ્વારા કાયાની ચંચળતાનો નાશ કરીને સ્થિરતા પ્રાપ્ત થાય છે અને પ્રાણાયામાદિ યોગાંગો વડે આત્માના અધ્યવસાયોની નિર્મળતા વધતી જાય છે. આ રીતે યોગનાં આઠે અંગો દ્વારા આ જીવમાં “સમતાભાવ”નો અવિર્ભાવ થાય છે.
આ આઠ અંગોનો અભ્યાસ સમાધિ લાવવા માટે જ છે. સમાધિ અર્થાત સમતાભાવ આ સાધ્ય છે. બીજા સાત તેમાં સાધન છે અને સમાધિ મેળવવા દ્વારા જીવ આત્મકલ્યાણ કરીને મુક્તિપદ પ્રાપ્ત કરે છે. એટલે યોગનાં સાત અંગો મેળવવા દ્વારા સમાધિ (અર્થાત્ સમભાવદશા) જ પ્રાપ્ત કરવા જેવી છે. /૧૭થી क्रियते दधिसाराय, दधिमन्थो यथा किल । तथैव साम्यसाराय योगाभ्यासो यमादिकः ॥१८॥
ગાથાર્થ – જેમ દહીંનું સાર જે માખણ છે, તે માખણ મેળવવા માટે દહીંનું મંથન કરાય છે, તેમ સામ્યભાવ સમતારૂપ સાર મેળવવા માટે યમ-નિયમ આદિ યોગદશાનો અભ્યાસ કરાય છે. /૧૮