SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૫ યોગસાર દ્વિતીય પ્રસ્તાવ અને મજબૂત બને છે. આ સમતાયોગ જ ઉત્તમ નિર્વિકલ્પ સમાધિ સ્વરૂપ છે. આવી સમતાદશા પ્રાપ્ત કરવી એ સમ્યજ્ઞાનનું ફળ છે. આત્મતત્ત્વની પરમાર્થથી સિદ્ધિ છે. આ સમતાયોગની સિદ્ધિ જ આત્મકલ્યાણનું પરમ કારણ બને છે. ||૧૫-૧૬ll अष्टाङ्गस्यापि योगस्य, सारभूतमिदं खलु । यतो यमादिव्यासोऽस्मिन् सर्वोऽप्यस्यैव हेतवे ॥१७॥ ગાથાર્થ – ખરેખર અષ્ટાંગ યોગસેવનના સારભૂત આ સમતાયોગ જ છે. કારણ કે યોગના શાસ્ત્રોમાં યમ-નિયમ આદિનો જે કંઈ વિસ્તાર કરવામાં આવ્યો છે, તે સઘળો પણ વિસ્તાર આ સમતાયોગની પ્રાપ્તિ માટે જ છે. સમતાયોગ એટલે સમાધિની પ્રાપ્તિ. ./૧૭ી. વિવેચન - યોગદશા પ્રાપ્ત કરવાનાં આઠ અંગો છે. ૧-યમ, ૨-નિયમ, ૩-આસન, ૪-પ્રાણાયામ, પ-પ્રત્યાહાર, ૬-ધારણા, ૭ધ્યાન, અને ૮-સમાધિ. શ્રી યોગદૃષ્ટિ સમુચ્ચય નામના ગ્રંથમાં પરમ પૂજ્ય શ્રીહરિભદ્રસૂરીશ્વરજીએ આ આઠ અંગોનું તથા તેનાથી પ્રાપ્ત થતી યોગદશાનું વર્ણન કરેલું છે. સમાધિ પ્રાપ્ત કરવા માટે આ યોગના અંગોનું સેવન જરૂરી બને છે. પ્રત્યાહાર નામના પાંચમાં યોગાંગમાં ઈન્દ્રિયો અને મન ઉપર પ્રભુત્વ આવે છે. જે આ પાંચ ઈન્દ્રિયો અને મન ઇષ્ટનિષ્ટ વિષયોમાં પ્રવર્તે છે અને તેનાથી રાગ-દ્વેષ થાય છે. તેના ઉપર કાબૂ મેળવવા માટે વિષયોથી નિવૃત્તિ કરવાની હોય છે. ધારણા નામના છઠ્ઠા યોગાંગના આલંબનથી ચિત્તને કોઇપણ એક શુભ આલંબનમાં અતિશય વધારે સ્થિર કરવાનું હોય છે. ત્યારબાદ ધ્યાન નામના સાતમા યોગાગ દ્વારા વીતરાગ પ્રભુમાં
SR No.009201
Book TitleYogsaar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherDhirajlal D Mehta
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size81 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy