________________
૧૨૮ દ્વિતીય પ્રસ્તાવ
યોગસાર વિવેચન - આત્માનું અંતિમ લક્ષ્ય-સાધ્ય કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરવી તે છે. કારણ કે કેવલજ્ઞાન પામેલો જીવ તે જ ભવમાં નિયમો મુક્તિપદ પામે જ છે. માટે કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરવી એ જ અંતિમ ધ્યેય છે. તે ધ્યેયને સાધવા માટે અંતરંગ સાધનભૂત સમતાયોગ છે. આ સમતાયોગ લાવવા માટે સમ્યક્ત, જ્ઞાન, ચારિત્ર, તપ, સેવાભક્તિ અને ધ્યાનાદિ ભાવોનું સેવન એ સર્વ ઉપાયો-સાધનો હોવાથી કેવળજ્ઞાનની પ્રાપ્તિનાં પરંપરાકારણ છે.
આજે થાઓ અથવા કાલે થાઓ, એટલે કે આ ભવમાં થાઓ કે ભવાંતરમાં થાઓ. ગમે તે ભવમાં થાઓ કે ગમે તે ક્ષેત્રમાં થાઓ, પરંતુ તે કેવલજ્ઞાનની પ્રાપ્તિ સમતાદશાની પરાકાષ્ઠાથી જ થાય છે. આવા પ્રકારની સર્વજ્ઞતાની પ્રાપ્તિ સામ્યભાવના પ્રકર્ષને લીધે જ આ જીવમાં પ્રાપ્ત થાય છે, તેના વિના પ્રાપ્ત થતી નથી. માટે સામ્યયોગની પ્રાપ્તિ સારું વધારે પ્રયત્નશીલ બનવું જોઇએ.
સમતાભાવનો પ્રકર્ષ લાવવા માટે આ જીવ મુખ્યત્વે મોહનીયકર્મને તોડતો છતો ક્રમશઃ ગુણસ્થાનકો સર કરતો કરતો ઉપર આવે છે. મિથ્યાત્વ મોહનીયનો ઉદય અટકવાથી પહેલા ગુણસ્થાનકને બદલે બીજુ ગુણસ્થાનક, અનંતાનુબંધીનો ઉદય અટકવાથી બીજાને બદલે ત્રીજું ગુણસ્થાનક, મિશ્રમોહનીયનો ઉદય અટકવાથી ત્રીજાને બદલે ચોથુ ગુણસ્થાનક, અપ્રત્યાખ્યાનીય ચાર કષાયનો ઉદય અટકવાથી પાંચમુ ગુણસ્થાનક, પ્રત્યાખ્યાનાવરણ ચાર કષાયનો ઉદય અટકવાથી છઠ્ઠ ગુણસ્થાનક, અરતિશોકનો ઉદય અટકવાથી છઠ્ઠાને બદલે સાતમું ગુણસ્થાનક, સમ્યક્વમોહનીયનો ઉદય અટકવાથી સાતમાને બદલે આઠમું ગુણસ્થાનક, હાસ્યાદિ શેષ ચાર નોકષાયનો ઉદય અટકવાથી નવમું ગુણસ્થાનક, ત્રણ વેદ અને સંજવલનત્રિકનો ઉદય અટકવાથી દસમું ગુણસ્થાનક, અને સંજવલન લોભનો ઉદય અટકવાથી અગિયારમું