________________
૨૧૮ તૃતીય પ્રસ્તાવ
યોગસાર બાહ્યભાવોથી ઘણું જ રક્ષણ કરવું. વિષયવાસના અને કષાયાદિ આ સઘળા અંતરંગ શત્રુઓ જ છે. તેને જીતવાથી સાધક આત્મા સિદ્ધ આત્મા તુલ્ય મોક્ષસુખ પ્રાપ્ત કરે છે. તે માટે શાશ્વત સુખના અર્થી જીવે રાત્રે કે દિવસે, સૂતાં કે જાગતાં, મન-વચન અને કાયા દ્વારા સમતાગુણનો વધારેમાં વધારે વિકાસ કરવો જોઈએ.
સમતાગુણના વિકાસથી જ સહજાનંદતા, આત્મારામતા, સંસારી ભોગ ભાવોથી ઉન્મનીકરણ વિગેરે ગુણો પ્રાપ્ત થાય છે. જગત કેમ ખુશ રહે ? એવી દષ્ટિ રાખવા કરતાં પરમાત્મા, પરમગુરુ અને મારો પોતાનો આત્મા કેમ સંતુષ્ટ રહે, તે માટે સદા પ્રયત્નશીલ રહેવું. હે આત્મા ! જો તું સમતાગુણથી તારા પોતાના આત્માને સદા પ્રસન્ન રાખીશ, તો સમગ્ર વિશ્વ તારા ઉપર સદા પ્રસન્ન જ રહેશે.
પોતાના આત્મામાં સમતા નામના ગુણનો જ વિકાસ કરવા માટે ગણધર ભગવંતોએ દ્વાદશાંગીની રચના કરી છે. તેના નિરંતર અભ્યાસમાં લયલીન રહેવાથી અને સમાધિ ભાવપૂર્વક દશવિધ મુનિધર્મનું યથાર્થ સેવન કરવાથી આ ગુણોનો જીવનમાં વિકાસ થાય છે.
સમતારૂપી બશ્વરના પ્રતાપે જ ચારિત્રરૂપી શરીરનું રક્ષણ થવાથી મોહદશા થાકીને અંતે નાશ પામે છે, ભાગી જાય છે. મોહદશાનો નાશ કરવા માટે સમતાયોગના સેવન જેવો બીજો કોઈ સમર્થ ઉપાય નથી. /૩૧ાા
આ ત્રીજા પ્રસ્તાવમાં રાગ અને દ્વેષને જીતીને સમતા ગુણને સાક્ષાત્કાર કરવાનો તથા સમતાગુણની પ્રાપ્તિથી તુરત કર્મોનો ક્ષય થાય છે અને કેવલજ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિ થાય છે ઇત્યાદિ સુંદર વર્ણન મહાત્મા પુરુષોએ કર્યું છે. આ પ્રસ્તાવ સમતાગુણના વર્ણનના અધિકારવાળો છે તે સમાપ્ત થયો.
तृतीयः साम्योपदेशनामा प्रस्तावः समाप्तः